શોધખોળ કરો

ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી

પણજી: ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ઓક્ટોબર 2018માં જ્યારે મનોહર પર્રિકર બીમાર હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તેઓ ગોવાની રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે મનોહર પર્રિકરને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રમોદ સાવંતે લોકોને આ અંગેની માહિતી આપી હતી. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંત ઉત્તર ગોવાની Sanquelim વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ વ્યવસાયે એક આયુર્વેદિક ડોક્ટર છે. તેમને મનોહર પર્રિકરના નજીકના માનવામાં આવે છે. પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણ સાવંત શિક્ષિકા રહી ચુક્યાં છે, હાલ તેઓ બીજેપી મહિલા મોરચાના અધ્યક્ષ છે. પ્રમોદ સાવંતનો જન્મ 24મી એપ્રિલ, 1973ના રોજ થયો હતો. તેમણે આયુર્વેદનો અભ્યાસ કર્યો છે. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંત ગોવામાં બિચોલિમ તાલુકાના એક ગામ કોટોંબીના રહેવાસી છે. સાવંતનો નાનપણથી આરએસએસની સાથે સંબંધ રહ્યો છે. આરએસએસની તરફ ઝુકાવના લીધે જ હિન્દુત્વની વિચારધારાના પ્રત્યે તેમાં સમર્પણ આવ્યું હતું. તેમના પિતા પાંડુરંગ સાવંત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજદૂર સંઘના સક્રિય સભ્યા હતા. ભાજપના વફાદાર કાર્યકર્તા તરીકે તેમની ઓળખ હતી. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંત થોડાંક સમય માટે આરએસએસમાં રહ્યા છે. તેમની રાજકારણમાં વધુ દિલચસ્પી હતી. આથી તેમને ભાજપમાં સામેલ કરાયા હતાં. તેમને બિચોલિમ તાલુકા આરએસએસ શાખાના બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપી હતી. પરંતુ તેમણે આરએસએસની ગતિવિધિઓમાં વધુ સમય આપ્યો નથી. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી સાવંતે આયુર્વેદ ઔષધિમાં ગ્રેજ્યુએશન કર્યાં બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન સામાજિક કાર્યમાં કર્યું હતું. તેમણે મેડિકો-લીગલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે. તેમની રાજકારણમાં એન્ટ્રી વર્ષ 2008માં ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ થઈ હતી. સાંકેલિમ (અબ સાખલી) સીટ ખાલી થઈ હતી ત્યાંથી તેમને ચૂંટણી લડવાનું કહ્યું હતું. તે સમયે તેઓ માપુસા સ્થિત ઉત્તરી જિલ્લા હોસ્પિટલમાં આયુર્વેદના ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ તેમણે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા હતાં. જોકે, તેમઓ પેટાચૂંટણીમાં પરાજય થયો હતો. પરંતુ વર્ષ 2012માં તેઓ વિજેતા તરીકે ઉભરી આવ્યા હતાં. 2017ની ચૂંટણીમાં એક વખત ફરીથી તેઓ સાખલીથી ચૂંટણી જીતી વિધાનસભામાં આવ્યા હતાં. 2017મા મનોહર પર્રિકરના નેતૃત્વવાળી સરકારમાં તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવામાં આવ્યા હતાં.

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Embed widget