Goa Election Result 2022 Live: ગોવામાં તમામ બેઠકોના પરિણામો જાહેર, જાણો કઇ પાર્ટીએ કેટલી બેઠકો જીતી?
Goa Election Results 2022 Live Updates: આ વખતે ગોવામાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય ઘણી પાર્ટીઓએ પણ અહીં પૂરો જોર લગાવ્યું છે.
LIVE
Background
Goa Election Results : ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો થોડા કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. આ વખતે ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસને આશા છે કે તે પૂર્ણ બહુમતી સાથે ગોવામાં સરકાર બનાવશે. ગોવાની 40 બેઠકો પર કુલ 302 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેનું ભવિષ્ય EVM ખોલવાની સાથે જ નક્કી થશે.
ગોવામાં કોઇ પક્ષને ના મળી બહુમતી
ગોવા વિધાનસભા ચૂંટણી 2022ની તમામ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપે રાજ્યમાં 40માંથી 20 બેઠકો જીતી છે, જ્યારે બહુમતીનો આંકડો 21 છે. આ રીતે ભાજપ ગોવામાં પૂર્ણ બહુમતથી માત્ર એક ડગલું દૂર છે. ભાજપના ગોવાના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "ગોવામાં લોકોએ ભાજપને પ્રચંડ બહુમતી આપી છે. લોકોએ વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ દર્શાવ્યો છે. અપક્ષ ઉમેદવારો પણ અમારી સાથે આવી રહ્યા છે, અમે તેમને પણ સાથે લઈ જઈશું. ગોવામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 11 બેઠકો જીતી છે આમ આદમી પાર્ટી (AAP) અને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP)ને 2-2 સીટો મળી છે. ગોવા ફોરવર્ડ પાર્ટી અને રિવોલ્યુશનરી ગોવા પાર્ટીના ખાતામાં એક સીટ આવી છે. બીજી તરફ અપક્ષોએ ત્રણ બેઠકો જીતી છે.
ભાજપે 5 બેઠક જીતી, 15 પર આગળ
ગોવામાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં મળેલી સફળતા બાદ પણજીમાં ભાજપ કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભાજપે અહીં અત્યાર સુધી 5 સીટો જીતી છે, જ્યારે તે 15 પર આગળ ચાલી રહી છે.
સંસદીય બોર્ડ નક્કી કરશે કે ગોવામાં સીએમ કોણ બનશે : સીટી રવિ
ગોવામાં બીજેપીના ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિએ વલણમાં પાર્ટીના પ્રારંભિક લાભ બાદ કહ્યું કે કોંગ્રેસ ખોટા વચનો આપે છે, જ્યારે ભાજપ વિકાસ કરે છે. પરિણામ આવ્યા બાદ અમારી પાર્ટી ધારાસભ્યો સાથે બેઠક કરશે અને તે પછી સંસદીય બોર્ડ નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે.
ગોવામાં બનશે ભાજપની સરકાર : પ્રમોદ સાવંત
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે પાર્ટીની જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો. સાવંતે કહ્યું કે, રાજ્યમાં ભાજપ ફરી સરકાર બનાવશે.
#WATCH "The credit for this win goes to the party workers...BJP will form the govt in Goa," says Goa CM Pramod Sawant#GoaElections2022 pic.twitter.com/dVGPvnNidh
— ANI (@ANI) March 10, 2022
ભાજપે 2 બેઠકો જીતી, 17 બેઠકો પર આગળ
ગોવાના અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ બહુમત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે 2 બેઠકો જીતી છે અને 17 બેઠકો પર આગળ છે. કુલ મળીને 19 બેઠકો ભાજપના પક્ષમાં જોવા મળી રહી છે. બહુમતથી 2 બેઠક હોવા છતાં ગોવામાં સરકાર બનાવવા ભાજપનો રસ્તો સાફ થઇ ગયો છે.