શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જીત બાદ કાર્યકર્તાઓને PM Modiનું સંબોધન, ‘ચૂંટણીમાં કોઇ નેતા-પાર્ટી નહી, પ્રજાનો વિજય થયો’
વડાપ્રધાને કહ્યું કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ કોટી-કોટી ધન્યવાદના અધિકારી છે. આજે જો કોઇ વિજયી બન્યું છે તો તે હિંન્દુસ્તાન વિજયી બન્યું છે
નવી દિલ્હીઃલોકસભા ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યા બાદ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહી બંન્ને નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી મળેલા વલણ અનુસાર, ભાજપ લગભગ 300 બેઠકો સાથે ફરીથી સત્તામાં પાછી ફરી રહી છે.
કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા ભારત માટે જનાદેશ લેવા આપણે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં ભારતની પ્રજાનો વિજય થયો છે. એટલા માટે આ વિજય પ્રજાને સમર્પિત છે. આ ચૂંટણીમાં જે વિજય થયા છે તેમને અભિનંદન. દેશના ભવિષ્યમાં આવનારા દિવસોમાં દેશની સેવા કરીશું એટલા માટે તેમને શુભકામનાઓ.વડાપ્રધાને કહ્યું કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ કોટી-કોટી ધન્યવાદના અધિકારી છે. આજે જો કોઇ વિજયી બન્યું છે તો તે હિંન્દુસ્તાન વિજયી બન્યું છે. આજે લોકતંત્રનો વિજય થયો છે.अब देश में सिर्फ दो जाति ही रहने वाली हैं और देश इन दो जातियों पर ही केंद्रित होने वाला है। 21वीं सदी में भारत में एक जाति है- गरीब और दूसरी जाति है- देश को गरीबी से मुक्त कराने के लिए कुछ न कुछ योगदान देने वालों की: पीएम मोदी #VijayiBharat pic.twitter.com/SO6KL0m5B4
— BJP (@BJP4India) May 23, 2019
આ અગાઉ કાર્યકર્તાઓને સંબોધતા અમિત શાહે એનડીએના જીત બદલ દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી બાદથી ભાજપને ઐતિહાસિક જીત મળી છે. તેમણે કહ્યું કે, આ આપણા તમામ લોકો માટે ગૌરવની વાત છે. આ જીત ભાજપના કાર્યકર્તાઓના મહેનતથી મળી છે. આ વિજય મોદી સરકારની છે જેણે 2014-19 સુધી સબકા સાથ સબકા વિકાસની નીતિથી કામ કર્યું છે. આ એ નીતિનો વિજય છે. અમિત શાહે કહ્યું કે, પ્રજાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને વિજય અપાવ્યો છે. દેશના 17 રાજ્યોમાં કોગ્રેસને બિગ ઝીરો મળ્યો છે. અમિત શાહે કહ્યું કે, મે દેશના કાર્યકર્તાઓને કહ્યુ હતું કે, આપણે 50 ટકાની લડાઇ માટે ચૂંટણી મેદાનમાં છું. આજે હું ગૌરવ સાથે કહું છું કે દેશના 17 રાજ્યોમાં પ્રજાએ 50 ટકાથી વધુ મતના આશીર્વાદ ભાજપને આપ્યા છે.PM: If someone has won, it's Hindustan that has won, it's democracy that has won, it's public that has won, & therefore, all BJP & NDA people with humility dedicate this victory to public. I congratulate all the winners, no matter from which party or which region they contested pic.twitter.com/sOxIEiHruY
— ANI (@ANI) May 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion