શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતા જોડાશે ભાજપમાં, જાણો વિગત
માવજીભાઈ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. થરાદમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીની હાજરી હોવા છતાં પ્રચારમાં માવજીભાઈની અવગણના કરવામાં આવતાં નિરાશ થઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે.
મહેસાણાઃ ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન થરાદમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા માવજીભાઈ પટેલની પક્ષમાં અવગણના થતી હોવાથી તેઓ પક્ષ સાથે છેડો ફોડી ભાજપનો ખેસ ધારણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભામાં તેઓ ભાજપમાં સામેલ થઈ જશે.
માવજીભાઈ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. થરાદમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીની હાજરી હોવા છતાં પ્રચારમાં માવજીભાઈની અવગણના કરવામાં આવતાં નિરાશ થઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.
(માવજીભાઈ પટેલની ફાઇલ તસવીર)
2017માં પણ કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતાં. જેમાં તેઓ હારી ગયા હતાં. જોકે, ચૂંટણી પુરી થતાં જ તેઓ કોંગ્રેસમાં ભળી ગયા હતાં. તેમને આ વખતે પણ કોંગ્રેસ પાસેથી ટિકિટની લાલશા હતી જે પણ ફોગટ ગઇ છે. ત્યારે તેમણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેરવાનું નક્કી કર્યું છે. માવજીભાઈ પટેલ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતાં. ત્યાર બાદ એક વાર કોંગ્રેસ અને બે વાર અપક્ષમાંથી હાર્યા છે.
(ફાઇલ તસવીર)
રાજ્યમાં 21 ઓક્ટોબરે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકને ટિકિટ આપી છે.
જ્યારે કોંગ્રેસે થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પરથી પટેલ જશુભાઇ શિવાભાઇ, અમરાઇવાડી બેઠક પરથી ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ તથા લુણાવાડા બેઠક પર ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહ, રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈ અને ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement