શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપનો અંદાજ કાચો પડ્યો, માત્ર 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી, 1 બેઠક ગુમાવી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું, શાંતિપૂર્ણ મતદાન અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થવા બદલ સૌનો આભાર. કમનસીબે થોડી મહેનત ઓછી પડી હશે, અમારી ક્યાંક ભૂલ રહી હશે.

Lok Sabha Elections Results 2024: ગુજરાતની તમામ 26 બેઠકો પર સત્તાવાર પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં ભાજપ 25 બેઠક પર વિજય મેળવવામાં સફળ રહી હતી, જ્યારે બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી. ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ સીટ પર 5 લાખ લીડથી જીતવાનો સંકલ્પ કર્યો હતો. જોકે આ ચૂંટણીમાં ભાજપ માત્ર 4 બેઠક પર જ 5 લાખથી વધુની લીડથી જીતી શક્યું છે. સાથે જ બનાસકાંઠાની એક સીટ ગુમાવવાનો વારો પણ આવ્યો છે, જ્યાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું, શાંતિપૂર્ણ મતદાન અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થવા બદલ સૌનો આભાર. કમનસીબે થોડી મહેનત ઓછી પડી હશે, અમારી ક્યાંક ભૂલ રહી હશે. એક સીટ હાર્યા એના કારણો શોધવાનો પ્રમાણિક પ્રયાસ કરીશું. 31000 જેટલા મતથી હાર્યા એના કારણો શોધી પ્રયાસ કરીશું, 1 સીટ હારવાનો અફસોસ છે પણ 24 સાઈટ જીતવાનો આનંદ છે. 4 સીટ 5 લાખથી વધુની લીડ મળી. સાબરકાંઠા સિવાય બધે જ એક લાખ ઉપરાંતની લીડથી જીત્યા છીએ. મતદારોનો આભાર માનીએ છીએ. ભાજપ પર લોકોના ભરોસાની આ જીત છે. રાજકોટમાં થયેલા અગ્નિ કાંડને લઇ અમે કોઈ ઉજવણી કરવાના નથી, અમે એમના દુઃખમાં સહ ભાગી થઈ રહ્યા છીએ.

5 લાખથી વધુ લીડ સાથે કઈ બેઠક પર મળી જીત

ગાંધીનગરથી અમિત શાહનો 7,44,716 મતથી વિજય

નવસારીથી પાટીલનો 7,73,551 મતથી વિજય

પંચમહાલ બેઠક પર રાજપાલસિંહનો 5,09,342 મતથી વિજય

વડોદરાથી હેમાંગ જોશીનો 5,82,126 મતથી વિજય

આ બેઠક પર 5 લાખ કરતાં ઓછી લીડથી મળી જીત

કચ્છથી વિનોદ ચાવડાનો 2 લાખ 68 હજાર 782 મતથી વિજય

મહેસાણાથી હરિભાઈ પટેલનો 3 લાખ 28 હજાર 46 મતથી વિજય

સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાનો 1,55,682 મતથી વિજય

અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલનો 4,61,755 મતથી વિજય

અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાનો 2,86,437 મતથી વિજય

રાજકોટથી પરશોત્તમ રૂપાલાનો 4,84,260 મતથી વિજય

જામનગરથી પૂનમ માડમનો 2,38,008 મતથી વિજય

જુનાગઢથી રાજેશ ચુડાસમાનો 1,35,494 મતથી વિજય

અમરેલીથી ભરત સુતરીયાનો 3,21,068 મતથી વિજય

પાટણની ભરતસિંહ ડાભીનો 31 હજાર 876 મતથી વિજય

સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાનો 2,61,617 મતથી વિજય

રાજકોટથી પરશોત્તમ રૂપાલાનો 4,84,260 મતથી વિજય

ભાવનગરથી નિમુબેન બાંભણિયાનો 4,55,289 મતથી વિજય

આણંદ બેઠક પર મિતેષ પટેલનો 89,939 મતથી વિજય

ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો 3,57,758 મતથી વિજય

દાહોદથી જશવંત ભાભોરનો 3,33,677 મતથી વિજય

છોટાઉદેપુરથી જશુ રાઠવાનો 3,98,777 મતથી વિજય

ભરુચથી મનસુખ વસાવાનો 85,696 મતથી વિજય

બારડોલીથી પ્રભુ વસાવાનો 2,30,253 મતથી વિજય

વલસાડથી ધવલ પટેલનો 2,10,704 મતથી વિજય

ટોપ સ્ટોરી

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget