Karnataka Election Results 2023: કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપની કારમી હાર, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને ખડગે વચ્ચે યોજાઇ બેઠક
Karnataka Assembly Election Results 2023 Live: કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનાવવી લગભગ નિશ્ચિત છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ડીકે શિવ કુમારને સીએમ પદના પ્રબળ દાવેદાર હોવાનું મનાઇ રહ્યું છે.
LIVE
Background
Karnataka Assembly Election Results 2023 Live: કર્ણાટકમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, જેડી(એસ), જે રાજ્યમાં એકમાત્ર મુખ્ય પક્ષ છે, તે કિંગમેકર તરીકે ઉભરી શકે છે. આ રાજ્યમાં દર 5 વર્ષે સત્તા બદલવાની પરંપરા છે. આ જ કારણ હતું કે ભાજપની સત્તા જાળવી રાખવા માટે પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડાએ અહીં ઘણી રેલીઓ કરી. પીએમ મોદીએ લગભગ દોઢ ડઝન જાહેર સભાઓ કરી છે.
સાથે જ કોંગ્રેસ પણ પાછળ રહી નથી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ ખડગેએ પ્રચારની કમાન સંભાળી હતી. અહીં રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમાઈ, કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર અને જેડી(એસ)ના એચડી કુમારસ્વામી સહિત અન્ય ઘણા મોટા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
લોકોના આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ કર્ણાટકની જનતાના જનાદેશને નમ્રતાથી સ્વીકારે છે. હું કર્ણાટકના મહેનતુ કાર્યકર્તાઓનો તેમના પ્રયાસો અને અમારા વિઝનમાં વિશ્વાસ દર્શાવનારા લોકોનો આભાર માનું છું. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ લોકોના ભલા માટે કામ કરવાનું ચાલુ રાખશે અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીને સક્રિયપણે અવાજ ઉઠાવીશું.
ભાજપ મુક્ત દક્ષિણ ભારત - મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ એક મોટી જીત છે. જેના કારણે સમગ્ર દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. ભાજપ અમને ટોણો મારતો હતો અને કહેતો હતો કે અમે 'કોંગ્રેસ મુક્ત ભારત' બનાવીશું. હવે સત્ય એ છે કે આ 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' છે.
અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએઃ યેદિયુરપ્પા
ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ નિવેદન આપ્યું હતું કે અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએ. હવે અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું અને કાર્યકરો સાથે બેસીને જ્યાં ભૂલ થઈ હશે ત્યાં વિચારમંથન કરીશું. ભાજપના કાર્યકરોએ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે.
પૂર્વ સીએમએ કહ્યું કે ભાજપ માટે જીત અને હાર કોઈ મોટી વાત નથી. બે બેઠકોથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. અમને મત આપવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. પાર્ટીના કાર્યકરોએ આ પરિણામોની ચિંતા કરવાની જરૂર નથી.
હારની જવાબદારી મારી છે - બોમ્મઇ
કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઇ કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. હારની જવાબદારી મારી છે. અમે વિશ્લેષણ કરીશું કે અમે ક્યાં ખોટું કર્યું.
આ કર્ણાટકની જનતાની જીત છે: રાહુલ ગાંધી
કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે અમે ગરીબો મુદ્દે લડ્યા. અમે આ ચૂંટણી પ્રેમથી લડ્યા. કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. મોહબ્બતની દુકાનો ખુલી છે. આ તમામ લોકોની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.