શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસનો મોટો નિર્ણય, સપા-બસપા સામે સાત બેઠકો પર નહીં ઉતારે પોતાના ઉમેદવાર
ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસે મોટો નિર્ણય કરતાં લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન સામે સાત બેઠકો પર ઉમેદવારો નહીં ઉતારવાનું એલાન કર્યું છે. કૉંગ્રેસ બસપા-સપા-આરએલડી ગઠબંધન માટે સાત બેઠક છોડવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ ચૂંટણી કવાયત તેજ કરી દીધી છે. એક પછી એક પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. એવામાં ઉત્તરપ્રદેશ કૉંગ્રેસે મોટો નિર્ણય કરતાં મહાગઠબંધન સામે સાત બેઠકો પર ઉમેદવારો નહીં ઉતારવાનું એલાન કર્યું છે. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ બસપા-સપા-આરએલડી ગઠબંધન માટે સાત બેઠક છોડવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશના પાર્ટી અધ્યક્ષ રાજ બબ્બરે મીડિયાને જણાવ્યું કે કૉંગ્રેસ પાર્ટી રાજ્યમાં સાત બેઠક પર પોતાના ઉમેદવારો નહીં ઉતારે.
વાંચો લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
કૉંગ્રેસે મેનપુરીમાં મુલાયમ સિંહ યાદવ, કન્નોજમાં ડિંપલ યાદવ, બાગપતમાં જયંત ચૌધરી અને મુજફ્ફરનગરમં ચૌધરી અજીત સિંહ વિરુદ્ધ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ગોંડા અને પીલભીત બેઠક પર પણ કૉંગ્રેસ કોઈ જ ઉમેદવારને મેદાનમાં નહીં ઉતારે.
યુપીમાં ફતેહ હાસિલ કરવા માટે રાજકીય પક્ષોએ એકથી એક દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ કડીમાં કૉંગ્રેસે અત્યાર સુધી યૂપી માટે 27 ઉમેદવારોનું એલાન કર્યું છે. કૉંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કૉંગ્રેસની નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત પાર્ટીને મજબૂત કરવામાં લાગ્યા છે. NCP ગઠબંધનમાં કોંગ્રેસ પાસે માંગી ગુજરાતની નવસારી બેઠક, જુઓ વીડિયોUP Congress chief Raj Babbar: We are leaving 7 seats vacant for SP, BSP and RLD. These include Mainpuri, Kannauj, Firozabad and whatever seats Mayawati ji & RLD's Jayant ji and Ajit Singh contest from. We will also give two seats to Apna Dal - Gonda & Pilibhit. pic.twitter.com/n37SFNa04L
— ANI UP (@ANINewsUP) March 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement