શોધખોળ કરો
લોકસભા ચૂંટણી: 12 રાજ્યની 95 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 61 ટકાથી વધુ થયું મતદાન
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 11 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી સહિત 95 બેઠકો પર પૂર્ણ થઈ ગયું છે. સરેરાશ 61 ટકાથી વધુ મતદાન થયું છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામા 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની 95 બેઠકો પર મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. સરેરાશ 61 ટકાથી વધુ મતદાન થયું છે. કેટલીક સીટો પર સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થયું. જ્યારે કેટલીક સીટો પર છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદ મળી. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ 61.62 ટકા મતદાન થયું. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 75.57 ટકા મતદાન થયું. બીજા તબક્કામાં કુલ 1664 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ ગયું છે.
બીજા તબક્કાની 95 બેઠકોમાં તમિલનાડુની 38, કર્ણાટકની 14 અને મહારાષ્ટ્રની 10 બેઠકો સામેલ છે. આ ઉપરાંત આસામ, બિહાર અને ઓડિશામાં પાંચ-પાંચ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ, જમ્મુ-કાશ્મીરમાં બે બેઠકો પર મતદાન થયું. જ્યારે મણિપુર, ત્રિપુરા અને પુડુચેરીની એક-એક બેઠક પર વોટિંગ થયું. આ ઉપરાંત ઓડિશામાં વિધાનસભાની 35 બેઠકો માટે પણ લોકસભાની સાથે જ મતદાન થયું છે.
બીજા તબક્કાની 95 સીટો કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે ખૂબ મહત્વની છે. કારણકે આ 95 સીટમાંથી 55 સીટો પર ભાજપ ક્યારેય જીતી શક્યું નથી. તેમાં પણ તમિલનાડુની 39 સીટો ભાજપ માટે ખૂબ મહત્વની છે. તમિલનાડુની 35 સીટો પર ભાજપ ક્યારેય જીતી શક્યું નથી. તમિલનાડુમાં એમ કરુણાનિધિ અને જયલલિતા વગર પ્રથમ લોકસભા ચૂંટણી છે.
બીજા તબક્કામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, યુપી કોંગ્રેસ ચીફ અને ફેતપુર સિક્રીના ઉમેદવાર રાજ બબ્બર, પૂર્વ PM એચડી દેવગૌડા સહિત રક્ષામંત્રી નિર્મલા સીતારમણે મત આપ્યો. આ સિવાય પડ્ડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ પણ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે તમિલનાડુમાં શિવગંગાનગરના કરાઇકુડિ પોલિંગ સ્ટેશનમાં વોટિંગ કર્યુ. કમલ હસને પુત્રી શ્રુતિ સાથે વોટિંગ કર્યું હતું. સાથે તમિલના સુપર સ્ટાર રજનીકાંતે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.Tamil Nadu: Actor turned politician Rajinikanth casts his vote at the polling station in Stella Maris College, in Chennai Central parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/NfD3llN4J1
— ANI (@ANI) April 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement