શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, બંગાળમાં 80 ટકાથી વધુ મતદાન
ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મતદાન શાતિપૂર્ણ રીતે થયું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ અંદામાન અને નિકોબારમાં કુલ 70.67 ટકા મતદાન થયું. છત્તીસગઢની બસ્તર લોકસભા બેઠક પર 56 ટકા મતદાન થયું. તેલંગણામાં 60 ટકા, આંધ્રપ્રદેશમા 66 ટકા મતદાન થયું છે.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મતદાન શાતિપૂર્ણ રીતે થયું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ અંદામાન અને નિકોબારમાં કુલ 70.67 ટકા મતદાન થયું. છત્તીસગઢની બસ્તર લોકસભા બેઠક પર 56 ટકા મતદાન થયું. તેલંગણામાં 60 ટકા, આંધ્રપ્રદેશમા 66 ટકા મતદાન થયું છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં આંકડા જાહેર કરતા જણાવ્યું કે મણિપુરમાં 79.75 ટકા, મિજોરમમાં 61.95 ટકા, નાગાલેન્ડમાં 87.91 ટકા, સિક્કિમમાં 83.64 ટકા, ત્રિપુરામાં 84.62 ટકા, પશ્ચિમ બંગાળમાં 82.22 ટકા મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 55.78 ટકા , બિહારમાં 50.26 ટકા અને ઉત્તરપ્રદેશમાં 59.77 ટકા મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં 6 વાગ્યા સુધીમાં 72.16 ટકા, ચૂંટણી પંચે જણાવ્યું કે પ્રથમ વખત 100 ટકા વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. 20 રાજ્યોમાં 1.7 ટકા વીવીપેટ મશીન બદલવા પડ્યા. સમગ્ર દેશમાં ઈવીએમમાં તોડફોડના 15 મામલા સામે આવ્યા, જેમાં આંધ્રપ્રદેશમાં 6. અરૂણાચલ પ્રદેશમાં 5, ૂબિહારમાં એક, મણિપુરમાં 2 અને પશ્ચિમ બંગાળમાં એક મશીન સામેલ છે.#IndiaElections2019 voter turnout: Sikkim (1 seat) - 69%, Mizoram (1 seat) - 60%, Nagaland (1 seat) - 78%, Manipur (1 seat) - 78.2%, Tripura (1 seat) - 81.8%, Assam (5 seats) - 68%, West Bengal (2 seats) - 81%. Final turnout is expected to rise. pic.twitter.com/HkoYVvm2pc
— ANI (@ANI) April 11, 2019
અરૂણાચલ પ્રદેશઃ આકરા તડકામાં મતદાન માટે છત્રી સાથે ઉમટી મહિલાઓ, જુઓ વીડિયો પ્રથમ તબક્કાનું મતદાન: ગડકરી સહિત આ દિગ્ગજોનું ભાવિ આજે EVMમાં થઈ જશે કેદ, જાણો વિગત UP: બાગપતમાં મતદારોનું પુષ્પ વર્ષા અને ઢોલ નગારા વગાડી કરવામાં આવ્યું સ્વાગત, જુઓ તસવીરોElection Commission: There have been some incidents where EVMs have been damaged. 6 incidents in Andhra Pradesh, 5 in Arunachal Pradesh, 1 in Bihar, 2 in Manipur and 1 in West Bengal. #IndiaElections2019 pic.twitter.com/g5zUArCDZd
— ANI (@ANI) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement