શોધખોળ કરો
Advertisement
મોદી, BJPનું નામ લીધા વગર બાબા રામદેવે કહ્યું, ચિત્ર સારું છે, પરિણામ પણ સારું જ આવશે
પ્રથમ તબક્કાના વોટિંગ દરમિયાન હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવે તેમનો વોટ આપ્યા બાદ એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી
હરિદ્વારઃ પ્રથમ તબક્કાના વોટિંગ દરમિયાન હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવે તેમનો વોટ આપ્યા બાદ એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, આગામી સરકારને લઇ ચિત્ર સારું છે અને પરિણામ પણ સારું જ આવશે. કોની સરકાર બનશે ? જેના જવાબમાં તેમણે કોઇ પણ પક્ષનું નામ લીધું નહોતું. 2014માં બાબા રામદેવે ખુલીને બીજેપીનું સમર્થન કર્યું હતું.
બાબા રામદેવે કહ્યું કે, હું દેશવાસીઓને મતદાનનો આગ્રહ કરું છું. સમગ્ર દેશમાં રાજકીય અફડાતફડીનો માહોલ છે. આજે રાજકીય અસુરક્ષા, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે. જેમાંથી દેશને બહાર કાઢી શકે તેવું નેતૃત્પ ભારતને જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, દેશ ચલાવવો બાળકોનો ખેલ નથી. માત્ર મોટી મોટી વાતો કરવાથી દેશ ચાલતો નથી. ખાલી ખોટા વચનોથી દેશ ચાલતો નથી, દેશ ઇરાદાથી ચાલે છે. આપણે ટ્રેક રેકોર્ડ જોવો જોઈએ, કન્ટ્રીબ્યૂશન જોવું જોઈએ, કેરેક્ટર જોવું જોઈએ, પોલીસી જોવી જોઈએ, લીડરશિપ ક્વોલિટી જોવી જોઈએ. આપણે જેમને વોટ આપી રહ્યા છીએ તે આ મહાન રાષ્ટ્રનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે કે નહીં તે પણ જોવું જોઇએ.
2014ની જેમ આ વખતની ચૂંટણીમાં કેમ સક્રિય નથી ?ના જવાબમાં તેમણે કહ્યું કે, ‘પહેલા હું આંદોલનના મોડ પર હતો. દરેક વખતે આંદોલનના મોડ પર રહી શકાય નહીં. હું રાજનીતિની સાથે રાષ્ટ્રનીતિની વાત પણ કરું છું.’
સ્મૃતિ ઇરાનીએ ઉમેદવારી પત્ર ભરતાં પહેલા કરી પૂજા, જુઓ તસવીરો
વોટિંગ બાદ સેલ્ફી લેવાનો ક્રેઝ, જ્વાલા ગુટ્ટાએ પણ શેર કર્યો ફોટો
મિલિંદ સોમનની પત્ની સાથેની HOT તસવીરો થઈ વાયરલ, જુઓ PICS
લોકસભા ચૂંટણીઃ નાગપુરમાં ઉમેદવારોની લિસ્ટ પર કોણે મારી દીધો 'REJECTED'નો થપ્પો? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement