શોધખોળ કરો

આણંદ સ્વાભિમાનની ભૂમિ, વલ્લભભાઈને સરદાર બનવાની શિક્ષા આપીઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિંમતનગર, સુરેન્દ્રનગર બાદ આણંદ ખાતે ચૂંટણી સભા ગજવી હતી. વિવિધ મુદ્દા પર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.

આણંદ: વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ આજે પ્રથમ હિંમતનગરમાં જનસભા સંબોધી હતી. જે બાદ સુરેન્દ્રનગર અને આણંદ ખાતે ચૂંટણીસભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું આણંદ સન્માન અને સ્વાભિમાનની ભૂમિ છે. વલ્લભભાઈને સરદાર બનવાની શિક્ષા આપી. વડાપ્રધાન મોદીએ અહીં અંતમાં લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો. બધાને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરાવી અને હાથ ઊંચા કરી સંકલ્પ લેવડાવ્યો હતો. જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું “પાંચ વર્ષ પહેલા તમારા એક વોટથી દિલ્હીની સલ્તનને બદલી નાખી અને એક ચોકીદારને બેસાડ્યો. તમારા સહયોગથી ન માત્ર સરકાર બદલી, અમે સરકારની વિચારધારા અને કામ કરવાની રીત પણ બદલી છે.” પીએમ મોદીએ કહ્યું અમારી સરકારે મધ્યમવર્ગ માટે લોન, મકાન લેવાનું સસ્તુ કર્યું, ટેક્સ ઓછો કર્યો, વ્યાજબી ભાવે દવા મળે તે માટે કામ કર્યું, ભાજપ દરેકને સન્માન આપવાનું કામ કરે છે. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસે 10 વર્ષ મલાઈ ખાધી, ખોટુ કરનારાનો એક એક રૂપિયાનો હિસાબ લેશે મોદી સરકાર. પીએમ મોદીએ કહ્યું કૉંગ્રેસના નામદારે એબીસીના સમાજને મને ચોર કહી દીધો, હવે કોઈ સમાજ આવું અપમાન સહન ના કરે. કોંગ્રેસ પર આક્ષેપ કરતા પીએમ મોદીએ કહ્યું 20 હજાર એવી એજન્સીઓ જેમની પાસે કોઈ હિસાબ જ નથી, ખોટુ કરનારને મોદી સરકારે સજા આપી, 20 હજાર સંગઠનો વિદેશથી પૈસા મેળવતા હતો, હુ દેશ માટે લડુ છે મને કોઈની બીક નથી. અમે પહેલાની સરકાર કરતા ગરીબો માટે છ ગણા વધુ ઘર બનાવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને મામલે પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ સરદાર પટેલનું હંમેશા અપમાન કર્યું. તેમના સંસ્કારો, વિચારોને કચડવાનું કામ કરી રહી છે, સરદારનું સ્ટેચ્યુ બન્યુ તો કોંગ્રેસના પેટમાં દુખાવો થયો. આજે દુનિયામાં કોઈ પણ બાળકને પરિક્ષામાં પૂછવામાં આવે કે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ક્યાં છે ? તો તે ભારતના ગુજરાત સ્થિત સરદાર પટેલની પ્રતિમા વિશે લખશે. કોંગ્રેસના મેનિફોસ્ટોને લઈને કહ્યું કૉંગ્રેસ દેશદ્રેહનો કાયદો બદલવા માંગે છે, જેનાથી પત્થરબાજો મજબૂત થશે. સરદાર પટેલે દેશના એકીકરણ માટે જીવન સમર્પિત કરી દીધું અને કૉંગ્રેસ અલગાવવાદીઓને ગળે મળવા માટે બેચેન છે. '23મીએ ભલભલાની ગરમી કાઢી નાંખવાની છે', હિંમતનગરમાં મોદીનો વિપક્ષ પર પ્રહાર 'અબ પૂરે પીછડે સમાજ કો હી ચોર કહને લગ ગયે હૈ, અરે મુઝે ગાલી દો, લેકિન....'

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Embed widget