શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ TMC નેતા અનુપમ હાજરા ભાજપમાં થયા સામેલ, મળી શકે છે ટિકિટ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર બાદ પશ્ચિંમ બંગાળમાં પણ આજે આવો જ સિન જોવા મળ્યો. પશ્ચિમ બંગાળથી ટીએમસી સાંસદ અનુપમ હાજરા આજે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. હાજર બીરભૂમના બોલપુરતી સાંસદ છે અને ટીએમસીએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. વાંચોઃ કોંગ્રેસ અમરેલીમાં ‘દબંગ’ પાટીદાર યુવતીને લોકસભાની ચૂંટણીમાં ઉતારશે મેદાનમાં, જાણો વિગત અનુપમ ભાજપ કાર્યાલયમાં કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોયની ઉપસ્થિતિમાં બીજેપીમાં સામેલ થયા હતા. મુકુલ રોય ઘણા સમયથી તેમના સંપર્કમાં હતા. તાજેતરમાં જ તેમણે હાજરા સાથે મુલાકાત કરી હતી, બાદ અનુપમ હાજરા ભાજપમાં જોડાવા તૈયાર થયા હતા. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં બાંકુડાના વિષ્ણુપુરથી સાંસદ સૌમિત્ર ખાન પણ ભાજપમાં સામેલ થયા હતા અને તે અનુપમનો સારો મિત્ર છે. આ બંને મુકુલ રોયના ખાસ માનવામાં આવે છે. અનુપમને લોકસભા ટિકિટ પણ મળી શકે છે. વાંચોઃ હાર્દિક પટેલે કોંગ્રેસની જન સંકલ્પ રેલીના મંચ પરથી લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા 10 માર્ચે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે મુજબ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે. ચૂંટણી પરિણામો 23 મેના રોજ જાહેર થશે. પશ્ચિમ બંગાળામાં સાત તબક્કામાં વોટિંગ યોજાશે.
Delhi: Trinamool Congress (TMC) MP Anupam Hazra joins BJP. pic.twitter.com/sKLiirkBBo
— ANI (@ANI) March 12, 2019
હાર્દિક પટેલને રાહુલ ગાંધીએ કોગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં કર્યું સ્વાગત, જુઓ વીડિયો
વધુ વાંચો





















