શોધખોળ કરો
Advertisement
અમેઠીમાં રોડ શો બાદ રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, સોનિયા ગાંધી, પ્રિયંકા-રોબર્ટ વાડ્રા રહ્યા હાજર
રાહુલ ગાંધીએ જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાની પારંપરિક સીટ અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. રાહુલ ગાંધીએ જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરતા પહેલા અમેઠીમાં રાહુલ ગાંધીએ ત્રણ કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. જેમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા. પ્રિયંકા-રોબર્ટના સંતાનો રિહાન અને મિયારા પણ રોડ શોમાં જોવા મળ્યા હતા.
ઉમેદવારીપત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીને ડિબેટ માટે રોજ પડકાર આપી રહ્યો છું અને આજે ફરી એકવાર તેમને પડકાર આપું છું. રાહુલે રાફેલ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે.
આ પહેલા રાહુલના બનેવી રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ લખીને તેમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ 4 એપ્રિલે કેરળની વાયનાડ લોકસભા સીટથી પહેલા જ ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. રાહુલ ગાંધી પહેલવાર બે સંસદીય સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે.Congress President @RahulGandhi files his nomination in Amethi, UP for the 2019 Lok Sabha elections.#AmethiKaRahulGandhi pic.twitter.com/SEhD0Ui046
— Congress (@INCIndia) April 10, 2019
ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ હંમેશા ગાંધી પરિવારના કારણે જ ચર્ચામાં રહી છે. 1967થી લઇને અત્યાર સુધી માત્ર બે વખત જ કોંગ્રેસ અહીંયા લોકસભા ચૂંટણીમાં જીતી શકી નથી. 2004માં લોકસભા ચૂંટણીમાં અમેઠીથી રાજકીય ઈનિંગની શરૂઆત કરનારા રાહુલ ગાંધી અહીંયા જીતની હેટ્રિક લગાવી ચુક્યા છે. ભાજપે રાહુલની સામે સ્મૃતિ ઇરાનીને ફરી એક વખત મેદાનમાં ઉતાર્યા છે.Congress President @RahulGandhi is on his way to file his nomination along with his supporters and family members at Amethi today.#AmethiKaRahulGandhi pic.twitter.com/xaMIsnK1pQ
— Congress (@INCIndia) April 10, 2019
PM મોદીની બાયોપીક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો શું કહ્યું પહેલા કર્ણાટક અને હવે કોંગ્રેસે મધ્યપ્રદેશને ATM બનાવ્યુંઃ PM મોદી પ્રિયંકા ગાંધી ક્યારે અને ક્યાંથી કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત? જુઓ વીડિયો#WATCH Congress President Rahul Gandhi holds road show in Amethi. Priyanka Gandhi Vadra along with her husband Robert Vadra, son Raihan and daughter Miraya also present. #LokSabhaElections2019 pic.twitter.com/edDv8W7aHl
— ANI UP (@ANINewsUP) April 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement