શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ કાનપુરથી ભાજપે મુરલી મનોહર જોષીના બદલે કોને ફાળવી ટિકિટ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉત્તર પ્રદેશના 29 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મેનકા ગાંધી અને વરુણ ગાંધીની સીટ પરસ્પર બદલવામાં આવી હતી. જ્યારે બોલીવુડ એક્ટ્રેસ અને સમાજવાદી પાર્ટીની પૂર્વ સાંસદ જયા પ્રદાને આજમગઢથી ટિકિટ ફાળવવામાં આવી હતી.
કાનપુરથી મુરલી મનોહર જોષીને પક્ષ દ્વારા ચૂંટણી લડવાની ના પાડી હતી. જેથી તેમના સ્થાને આ સીટ પરથી સત્યદેવ પચૌરીને સીટ ફાળવવામાં આવી છે. સત્યદેવ પચૌરી ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેઓ કાનપુરના ગોવિંદનગરથી ધારાસભ્ય છે.
થોડા સમય પહેલા ભાજપે જાહેર કરેલા પ્રથમ લિસ્ટમાં ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીની પણ ટિકિટ કાપવામાં આવી હતી. તેમના સ્થાને અમિત શાહ ચૂંટણીમાં ઝંપલાવશે. જ્યારે કાનપુરથી મુરલી જોષીની પણ ટિકિટ કાપવામાં આવતા ભાજપ પ્રથમ વખત પક્ષના બે પાયાના નેતાઓ વગર ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણીઃ UPમાં ભાજપે 29 ઉમેદવારો જાહેર કર્યા, જાણો જયા પ્રદાને ક્યાંથી મળી ટિકિટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
કૉંગ્રેસે ગુજરાતમાં વધુ 2 બેઠકોના ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
લોકસભા ચૂંટણીઃ ગુજરાત કોંગ્રેસે વધુ બે ઉમેદવારો કર્યા જાહેર, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement