શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ: કોંગ્રેસ સૌથી મોટો પક્ષ, સરકાર રચવાનો કરશે દાવો
ભોપાલઃ મધ્યપ્રદેશમાં 23 કલાકની મેરેથોન મતગણતરી બાદ કોંગ્રેસ 114 સીટ જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 109 સીટ પર વિજયનો વાવટો ફરકાવી શકી છે. બહુજન સમાજ પાર્ટી 2, સમાજવાદી પાર્ટી 1 અને અપક્ષને 4 સીટ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાન બુધેલી સીટ પરથી 58,999 વોટના જંગી અંતરથી વિજયી થયા છે.
જીતના દાવા સાથે રાજ્યમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર કમલનાથે રાત્રે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સરકાર રચવાના દાવા અંગે ચર્ચા માટે વહેલી તકે સમય ફાળવવા વિનંતી કરી છે. મોડી રાત્રે રાજભવન ખાતેથી આ પત્ર મળ્યાની પુષ્ટિ પણ થઈ ચૂકી છે.
અહીં તમામ બેઠકો પર 28 નવેમ્બરના મતદાન થયું હતું. મધ્યપ્રદેશના જે વિસ્તારને વિધાનસભા બેઠકો અને પરિણામ પર સૌની નજર છે તે મુખ્ય ક્ષેત્ર માલવા છે. મધ્યપ્રદેશમાં માલવા-નિમાડ સત્તા મેળવવા માટેનો દ્વાર કહેવામાં આવે છે. કારણ કે 230 વિધાનસભા બેઠકો વાળા રાજ્યમાં અહીં સૌથી વધારે 66 બેઠકો છે. આ ક્ષેત્રમાં જે વધારે બેઠકો મેળવવામાં સફળતા મેળવે છે તેઓ રાજ્યમાં સત્તા મેળવે છે. મધ્યપ્રદેશનો માલવા વિસ્તાર આદિવાસી અને ખેડૂતોનો વિસ્તાર છે. અહીં લાંબા સમયથી ભાજપની પકડ છે.
Live અપડેટ
- ભાજપના આકાશ કૈલાશ વિજયવર્દીય ઈન્દોર-3 સીટ પરથી 7000 વોટથી જીત્યા. BJPએ કુલ 82 સીટ જીતી છે અને 110 સીટ પર આગળ ચાલી રહી છે.
- કોંગ્રેસ અહીં 84 સીટ જીતી ચુક્યું છે અને 113 સીટ પર આગળ છે.
- અપક્ષ પણ 3 સીટ પર વિજય મેળવી ચુક્યું છે.
- મધ્ય પ્રદેશમાં મીનીટે મીનીટે આંકડા બદલાઈ રહ્યા છે. ક્યારેક ભાજપ આગળ નીકળે છે તો ક્યારે કોંગ્રેસ ભારી પડી રહીછે. વલણ પર નજર કરીએતો મધ્યપ્રેદશ એકમાત્ર એવું રાજ્યું છે જ્યાં આવી સ્થિતિ છે. હાલના આંકડા અનુસાર કોંગ્રેસ 108 તો ભાજપ 100 સીટ પર આગળ.
- મધ્ય પ્રદેશની ચૂંટણી રસપ્રદ થતી જઈ રહી છે. ભાજપ-કોંગ્રેસ જેવી દિગ્ગજ પાર્ટીની શાખ દાવ પર લાગી છે. ક્યારેક ટાઈ તો ક્યારેક બહુમતની સ્થિતિ જોવા મળી રહી છે. હાલના આંકડા અનુસાર કોંગ્રેસ બહુમત તરફ આગળ વધી રહી છે.
- કોંગ્રેસ બહુમતીની નજીક પહોંચી. કોંગ્રેસ 116 અને ભાજપ 99 સીટ પર આગળ.
- મધ્ય પ્રદેશમાં તમામ સીટોના વલણ આવી ગયા છે અને કોઈપણ પક્ષને બહુમત મળતો દેખાતો નથી. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામી છે. એવામાં હવે અન્ય પક્ષની ભૂમિકા મહત્ત્વની રહેશે. એમપીમાં ચૂંટણી જીતવા માટે પીએમ મોદીએ 13, રાહુલ ગાંધીએ 27, અમિત શાહે 25 અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથને 15 રેલીઓ કરી હતી.
- કોંગ્રેસ 106 સીટ પર અને ભાજપ 108 પર આગળ.
- કોંગ્રેસ 110 સીટ પર અને ભાજપ 102 પર આગળ.
- કોંગ્રેસ 104 સીટ પર અને ભાજપ 98 પર આગળ.
- કોંગ્રેસ 90 સીટ પર અને ભાજપ 85 પર આગળ.
- મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ 62 અને ભાજપ 54 સીટ પર આગળ.
- મધ્ય પ્રદેશમાં કુલ 230 બેઠકોમાંથી ભાજપ 51 અને કોંગ્રેસ 60 બેઠકો પર આગળ હતી.
- ભાજપ 23 અને કોંગ્રેસ 19 સીટ પર આગળ.
- ભાજપ 18 અને કોંગ્રેસ 15 સીટ પર આગળ.
- ભાજપ 13 અને કોંગ્રેસ 12 સીટ પર આગળ.
- ભાજપ 8 અને કોંગ્રેસ 5 સીટ પર આગળ.
- ભાજપ 5 અને કોંગ્રેસ 8 સીટ પર આગળ.
- મધ્ય પ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસ - 3 સીટ પર ભાજપ તો 2 પર કોંગ્રેસ આગળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement