શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઠાકરે ફેમિલીનું ચૂંટણી ડેબ્યૂ, ઉમેદવારી પત્ર ભરતા પહેલા આદિત્યએ રોડ શો કરી કર્યું શક્તિ પ્રદર્શન
ઠાકરે પરિવારમાંથી ઉમેદવારી પત્ર ભરનારો આદિત્ય પ્રથમ સભ્ય છે. દિવંગત બાલ ઠાકરે દ્વારા 1966માં શિવસેનાની સ્થાપના કરવામાં આવ્યા બાદ ઠાકરે પરિવારના કોઈપણ સભ્યએ ચૂંટણી લડી નથી કે તેઓ કોઈ બંધારણીય પદ પર રહ્યા નથી.
મુંબઈઃ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનો પુત્ર અને યુવા વિંગનો અધ્યક્ષ આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છે. આદિત્ય ઠાકરેએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઠાકરે પરિવારમાંથી ઉમેદવારી પત્ર ભરનારો આદિત્ય પ્રથમ સભ્ય છે. ઠેર ઠેર પુષ્પવર્ષા કરી આદિત્યનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ દેવેન્દ્ર ફડણવીસે સવારે ફોન કરી આદિત્ય ઠાકરેને આશીર્વાદ આપ્યા હતા.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આદિત્ય ઠાકરેના સમર્થન માટે જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, જનતાની સેવા કરવાની અમારા પરિવારની પરંપરા છે. નવી પેઢી, નવા વિચાર સાથે આવી છે અને હું જનતાના સમર્થન માટે તેમનો આભાર માનું છું. હું વચન આપું છું કે જનતા જ્યારે પણ બોલાવશે ત્યારે આદિત્ય હાજર થઈ જશે.
શિવસેનાના વર્તમાન ધારાસભ્ય સુશીલ શિંદેએ આદિત્ય ઠાકરે માટે વર્લી સીટ ખાલી કરી છે. તેમણે કહ્યું, હું માત્ર વર્લી નહીં સમગ્ર મહારાષ્ટ્ર માટે કામ કરીશ. મને જીતનો ભરોસો છે કારણકે તમારા બધાના આશીર્વાદ મારી સાથે છે.
દિવંગત બાલ ઠાકરે દ્વારા 1966માં શિવસેનાની સ્થાપના કરવામાં આવ્યા બાદ ઠાકરે પરિવારના કોઈપણ સભ્યએ ચૂંટણી લડી નથી કે તેઓ કોઈ બંધારણીય પદ પર રહ્યા નથી. ઉદ્ધવના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ 2014માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ બાદમાં ફેંસલો બદલી નાંખ્યો હતો. આ સ્થિતિમાં ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનારો આદિત્ય પ્રથમ સભ્ય બની ગયો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. 24 ઓક્ટોબરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.Maharashtra: Shiv Sena leader Aaditya Thackeray on his way to the office of Returning Officer to file nomination from the Worli Assembly constituency in Mumbai for the upcoming #MaharashtraAssemblyPolls pic.twitter.com/rB15SIIvax
— ANI (@ANI) October 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion