શોધખોળ કરો
આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવા પર રાજ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભત્રીજો આશીર્વાદ લેવા નથી આવ્યો પણ......
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી વિધાનસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. તેને કાકા રાજ ઠાકરેએ સમર્થન કર્યું છે.

મુંબઈઃ મહારાષ્ટ્રામાં રાજકીય રીતે શક્તિશાળી ગણાતા ઠાકરે પરિવાર માટે આ વખતની વિધાનસભા ચૂંટણી ખાસ છે. શિવેસનાના નિર્માણ બાદ પ્રથમ વખત ઠાકરે પરિવારનો કોઈ સભ્ય વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી વિધાનસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. હવે તેને લઈ કાકા રાજ ઠાકરેએ સમર્થન કર્યું છે. મહારાષ્ટ્રની રાજનીતિ પર એબીપી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ શિખર સંમેલનમાં એમએનએસ ચીફ રાજ ઠાકરેએ કહ્યું, ચૂંટણી લડવાનો નિર્ણય આદિત્યનો છે અને હું તેનું સમર્થન કરું છું. તેં મારા આશીર્વાદ લેવા આવ્યો નથી પરંતુ વર્લી સીટ પર તેની સાથે છીએ. મને ખબર નથી કે તે મારી વિશે શું વિચારે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત
વધુ વાંચો





















