શોધખોળ કરો

નૉ ટેન્શન..... નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુ કોઇ એક સાથ છોડે તો પણ આસાનીથી બનશે મોદી સરકાર, સમજો આખુ સમીકરણ

Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી અને બહુમતનો આંકડો પાર કર્યો. બીજીબાજુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે

Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી અને બહુમતનો આંકડો પાર કર્યો. બીજીબાજુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. પક્ષોની વાત કરીએ તો એનડીએના નેતૃત્વમાં ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે, પરંતુ આ વખતે તે એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. બીજીબાજુ કોંગ્રેસ 99 બેઠકો સાથે ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે. તો સમાજવાદી પાર્ટીને 37 અને TMCને 29 બેઠકો મળી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો સાથે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા. એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી છે, પછી બધાની નજર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર છે, જેઓ 'કિંગમેકર' તરીકે ઉભરી આવ્યા છે. ઈન્ડિયા એલાયન્સના ઘણા નેતાઓ દાવો કરે છે કે તે સરકાર પણ બનાવી શકે છે. તે વારંવાર નીતિશ અને નાયડુનું નામ લઈ રહ્યાં છે. 

તો શું નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડે તો ભાજપ સરકાર નહીં બનાવી શકે ? ચાલો સમજીએ આખુ સમીકરણ…

NDAનું સમીકરણ 
પહેલા વાત કરીએ બીજેપીની આગેવાની હેઠળની એનડીએની, જે લોકસભાની ચૂંટણી પહેલા ઘણા પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધનમાં છે. નીતિશની પાર્ટી જેડીયુ અને ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી પણ આ ગઠબંધનમાં સામેલ છે. એનડીએને ચૂંટણીમાં 293 બેઠકો મળી છે, જે બહુમતીના 272ના આંકડા કરતા 21 બેઠકો વધુ છે. એટલે કે એનડીએ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

એનડીએમાં સૌથી મોટી પાર્ટી ભાજપે એકલા હાથે 240 બેઠકો મેળવી છે, જે બહુમતીના આંકડા કરતા 32 ઓછી છે. જો આપણે એનડીએ ગઠબંધનમાં ત્રણ સાથી પક્ષોની બેઠકો ઉમેરીએ - ચંદ્રાબાબુ નાયડુ (16 બેઠકો), એકનાથ શિંદે (7 બેઠકો) અને નીતિશ કુમાર (12 બેઠકો), તો આ ખોટ પુરાઇ જાય છે.

નાયડુ કે નીતિશ વિના કઇ રીતે સરકાર બનાવવી સંભવ ? 
ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી પાસે 16 બેઠકો છે. ધારો કે જો તેલુગુ દેશમ પાર્ટી NDA ગઠબંધન છોડી દે તો પણ NDA પાસે બહુમત માટે જરૂરી 272 બેઠકો કરતાં 4 વધુ બેઠકો (293-16=277) હશે. એટલે કે મોદીની સરકાર બનશે.

જો નીતિશ કુમાર NDA છોડી દે છે તો NDA ગઠબંધનની સીટો ઘટીને 281 (293-12=281) થઈ જશે. બહુમત માટે જરૂરી 272 બેઠકો કરતાં આ 9 વધુ છે. મતલબ કે એનડીએ નીતિશ કુમાર વિના પણ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

અપક્ષ અને નાના પક્ષો નિર્ણાયક 
બીજી એક મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ વખતે 7 અપક્ષ અને 11 નાની પાર્ટીના સાંસદો જીત્યા છે. તે ના તો એનડીએ ગઠબંધનમાં છે કે ના તો ઈન્ડિયા એલાયન્સમાં. આમાંથી ઘણા ભાજપના ભૂતપૂર્વ સાથી છે. આવી સ્થિતિમાં તેઓ એનડીએમાં જોડાય તેવી શક્યતા વધુ છે. એટલે કે દરેક પરિસ્થિતિમાં એનડીએનો હાથ ઉપર હોય તેવું લાગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Embed widget