શોધખોળ કરો
Advertisement
'તમે ટોળેટોળાં મેદાનમાં ઉતારી દો કંઇજ નહીં કરી શકો, હું મોદી છુ ના ઝૂકીશ ના રુકીશ', કઠુઆ રેલીમાં પીએમ મોદી
કહ્યું- તમે લોકો ઇચ્છો તેટલા ટોળે ટોળા ઉતારી દો, પણ દેશ નહીં તોડી શકો. તેમને કહ્યું અબ્દુલ્લા અને મુફ્તી પરિવારે પરિવારના ટોળાને મેદાનમાં ઉતારી દીધા છે, કાકા. મામા, ભત્રીજા, ભાણીયા બધાને મેદાનમાં ઉતારી દીધા છે, પણ આ લોકો દેશના ટુકડા નહીં કરી શકે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગયેલા પીએમ મોદીએ બાબા સાહેબ આંબેડકરના બહાને અહીંના નેતાઓને આડેહાથે લીધા, પીએમે કોંગ્રેસથી લઇને નેશનલ કૉન્ફરન્સ તથા પીડીપીના પર તીખા પ્રહારો કર્યો હતાં. કહ્યું અહીંના નેતાઓએ અહીંની ત્રણ પેઢીઓની જિંદગી બરબાદ કરી દીધી છે, આ લોકોને હટાવવાથી જમ્મુ-કાશ્મીરની કિસ્મત ચમકી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ અબ્દુલ્લા અને મુફ્તી પરિવાર પર સીધો એટેક કર્યો, કહ્યું- તમે લોકો ઇચ્છો તેટલા ટોળે ટોળા ઉતારી દો, પણ દેશ નહીં તોડી શકો. તેમને કહ્યું અબ્દુલ્લા અને મુફ્તી પરિવારે પરિવારના ટોળાને મેદાનમાં ઉતારી દીધા છે, કાકા. મામા, ભત્રીજા, ભાણીયા બધાને મેદાનમાં ઉતારી દીધા છે, પણ આ લોકો દેશના ટુકડા નહીં કરી શકે.
મોદીએ વધુમાં કહ્યું, હું મુફ્તી અને અબ્દુલ્લા પરિવારને કહેવા માંગુ છુ કે, હું મોદી છું, હું નથી ઝૂકતો કે નથી વેચાતો. સાથે સાથે મોદીએ કોંગ્રેસને પણ આડેહાથે લીધુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement