શોધખોળ કરો
PM મોદીએ રેલીમાં લોકોને પૂછ્યું, ‘તમે કહો તો ઉમેદવારી પત્ર ભરવા જઉં?’ તેના જવાબામાં લોકોએ શું કહ્યું? જાણીને ચોંકી જશો
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની 2 દિવસની યાત્રા પર પહોંચ્યા છે. પીએમ મોદીએ અહીં 25 તારીખનાં રોજ રોડ શો કર્યો અને ત્યારબાદ રેલીને સંબોધિત કરી હતી
વારાણસી: વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની 2 દિવસની યાત્રા પર પહોંચ્યા છે. પીએમ મોદીએ અહીં 25 તારીખનાં રોજ રોડ શો કર્યો અને ત્યારબાદ રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં તેમણે આતંકવાદ પર નિશાન સાધ્યું હતું અને પોતાના કામનો પણ હિસાબ આપ્યો હતો. ભાષણનાં અંતમાં તેમણે રેલીમાં હાજર પોતાના સમર્થકોને કહ્યું હતં કે, જો તમે કહેશો તો ઉમેદવારીપત્ર ભરીશ. પીએમ મોદી શુક્રવાર 26 તારીખે એટલે આજે ઉમેદવારીપત્ર ભરશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, શું હું ઉમેદવારીપત્ર ભરવા જઉં? તેના જવાબમાં રેલીમાં હાજર લોકોએ તેમનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વારાણસીની રેલીમાં કહ્યું હતું કે, તો હવે હું સમજું કે આ ચૂંટણીની જવાબદારી તમે લોકોએ લઈ લીધી છે. હવે હું તમને જીત્યા બાદ જ મળવા આવીશ.
પીએમ મોદીએ અંતમાં કહ્યું હતું કે, મારું કર્તવ્ય બને છે કે તમારી પાસે બીજા પાંચ વર્ષ માંગું તે પહેલા 5 વર્ષનો હિસાબ આપું. લોકો 70 વર્ષનો હિસાબ નથી આપી રહ્યા એ તેમની મરજી. મારું જીવન એવું છે કે શરીરનાં કણ-કણ, સમયની પળે-પળ તેનો પાઈ-પાઈનો હિસાબ તમારી સામે રાખું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
દેશ
દેશ
Advertisement