શોધખોળ કરો
Advertisement
આજે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કઈ-કઈ જગ્યાએ સભા ગજવશે, જાણો વિગત
નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં સભા ગજવશે. જ્યારે અમિત શાહ અમદાવાદના ઘાટલોડિયા, એસજી હાઈવે, સેટેલાઈટ અને સાણંદમાં સભા ગજવશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની 23મીએ યોજાનાર ચૂંટણી માટે જાહેર પ્રચારના પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના સમયના 48 કલાક પહેલાથી કોઇપણ પ્રકારની સભા, સરઘસ, રેલી કે લાઉડ સ્પીકર દ્વારા પ્રચાર કરી શકાશે નહીં. જેના પગલે રવિવારે સવારથી સાંજ સુધી પ્રચારનો ધમધમાટ રહેશે.
રવિવારે સાંજ બાદ તમામ પક્ષો દ્વારા જાહેર પ્રચાર બંધ કરી દેવામાં આવશે પરંતુ છેલ્લી ઘડી સુધી ડોર ટુ ડોર, ગૃપ મીટીંગો અને જન સંપર્કનો દોર ચાલશે. ઉમેદવારો ગ્રામ્ય વિસ્તાર પણ ખૂંદી વળશે.
પ્રચારની દિશા જાહેર સ્થળોને બદલે ગલીઓ અને ગામડાઓ તરફ વળશે. ઉમેદવારો અને તેમના કાર્યકરો દ્વારા લોકોના ઘરે ઘરે જઈને સંપર્ક કરાશે. સ્ટાર પ્રચારકોના બદલે હવે સ્થાનિક નેતાઓ અને બૂથ લેવલના કાર્યકરોની ભૂમિકા મહત્વની બની જશે અને સ્થાનિક સંપર્કોનો મહત્તમ ઉપયોગ થશે.
નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં સભા ગજવશે. જ્યારે અમિત શાહ અમદાવાદના ઘાટલોડિયા, એસજી હાઈવે, સેટેલાઈટ અને સાણંદમાં સભા ગજવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement