શોધખોળ કરો
રૉડ શૉમાં લાગ્યા મોદી મોદીના નારા તો પ્રિયંકા જીપમાંથી ઉતરી ગઇ, બાદમાં બોલી એવુ કે બધા ચોંકી ગયા, જુઓ વીડિયો
આ દિલચસ્પ ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 22 સેકન્ડના આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, પ્રિયંકા ગાંધીના રૉડ શૉનો કાફલો ઇન્દોરના રસ્તાંઓ પર ફરી રહ્યો છે. ત્યારે જ રસ્તાંના કિનારે ઉભા રહેલા લોકો 'મોદી-મોદી'ના નારા લગાવી રહ્યા છે

ઇન્દોરઃ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓનો ચૂંટણી પ્રચાર, સભાઓ અને રેલીઓમાં અનેકવાર લોકોને ‘મોદી-મોદી’ના નારા લગાવતા જોવામાં આવ્યા છે. પણ આ વખતે કહાની થોડી દિલચસ્પ હતી. ઇન્દોરના રસ્તાંઓ પર પ્રિયંકા ગાંધીના રૉડ શૉમાં લોકો 'મોદી-મોદી' નારા લગાવતા દેખાયા તો પ્રિયંકા ગાંધી પોતાની જીપમાંથી ઉતરીને તે લોકોને હાથ મિલાવવા પહોંચી ગઇ હતી. ખરેખર, આ દિલચસ્પ ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 22 સેકન્ડના આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, પ્રિયંકા ગાંધીના રૉડ શૉનો કાફલો ઇન્દોરના રસ્તાંઓ પર ફરી રહ્યો છે. ત્યારે જ રસ્તાંના કિનારે ઉભા રહેલા લોકો 'મોદી-મોદી'ના નારા લગાવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી પોતાની જીપને ત્યાં ઉભી રાખીને નીચે ઉતરે છે, અને ગર્મજોશીથી તે લોકોને હાથ મિલાવે છે. હાથ મિલાવતા પ્રિયંકા કહે છે કે, ‘આપ અપની જગહ, મેં મેરી જગહ. ઓલ ધ બેસ્ટ.’’
इंदौर में प्रियंका गांधी मोदी मोदी के नारे लगाने वालों से रूककर मिलीं @abpnewstv @Anurag_Dwary @AshishSinghLIVE @vikasbha @rasheedkidwai @IamRajnishAhuja pic.twitter.com/caqOX78L9v
— Brajesh Rajput (@brajeshabpnews) May 13, 2019
વધુ વાંચો





















