શોધખોળ કરો

News: વાયનાડ કે રાયબરેલી ? રાહુલ ગાંધી કઇ બેઠક પરથી રહેશે સાંસદ, કોંગ્રેસના મોટા નેતાએ કહી આ વાત

Rahul Gandhi News: ઉત્તરપ્રદેશના અમેઠી લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદ કિશોરી લાલ શર્માએ કહ્યું છે કે આ બેઠક ગાંધી પરિવારની આસ્થા છે

Rahul Gandhi News: ઉત્તરપ્રદેશના અમેઠી લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદ કિશોરી લાલ શર્માએ કહ્યું છે કે આ બેઠક ગાંધી પરિવારની આસ્થા છે. કિશોરી લાલ શર્માએ એ સવાલનો જવાબ પણ આપ્યો જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી કઈ સીટથી સાંસદ બનશે, વાયનાડ કે રાયબરેલી ?

નવા ચૂંટાયેલા સાંસદ કિશોરીલાલ શર્માએ કહ્યું કે અમેઠી ગાંધી પરિવારની 'અમાનત' છે. અમે ખાતરી કરીશું કે અમાનતમાં કોઈ દગો ના થાય. કિશોરીલાલ શર્માએ કહ્યું કે રાજકારણમાં કોઈ બદલો નથી હોતો. તે રમતની ભાવના જેવી છે, જીત અને હારનું પોતાનું મહત્વ છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધી કઈ સીટ પરથી પ્રતિનિધિત્વ કરશે, ત્યારે અમેઠીના નવા ચૂંટાયેલા સાંસદ કિશોરી લાલ શર્માએ કહ્યું કે તે તેમણે નક્કી કરવાનું છે. હું ઈચ્છું છું કે તેઓ રાયબરેલીને પોતાની સાથે રાખે.

શર્માએ કહ્યું, "મેં રાહુલ ગાંધીને સલાહ આપી નથી. મારી પાસે આવું કરવા માટેનું કદ નથી. હું અંગત રીતે ઈચ્છું છું કે તેઓ રાયબરેલીમાંથી કામ કરવાનું ચાલુ રાખે. પાર્ટી જે પણ ભૂમિકા નક્કી કરશે, હું તેના પર કામ કરીશ." 40 વર્ષમાં તેના વિશે વિચાર્યું, હું તેના વિશે વિચારીશ પણ નહીં, કોંગ્રેસે સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ સારું કરશે.

લોકસભા ચૂંટણીના પરિણામ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'આ લડાઈ બંધારણને બચાવવાની હતી'

લોકસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.  તેમણે કહ્યું કે આ ચૂંટણી બંધારણને બચાવવા માટે હતી. આ ચૂંટણી ભાજપ, CBI, ED સામે હતી. ઈન્ડિયા ગઠબંધનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંવિધાન બચાવવા લોકો એક થયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી માત્ર એક રાજકીય પક્ષ સામે નથી લડી, અમે આ ચૂંટણી ભાજપ, હિન્દુસ્તાનની સંસ્થા, CBI-ED, આ તમામ સામે લડ્યા છીએ, કારણ કે આ સંસ્થાઓને નરેન્દ્ર મોદી જી અને અમિત શાહજીએ ડરાવી ધમકાવી. 

'દેશને એક નવું વિઝન આપ્યું'

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'અમે આ લડાઈ બંધારણને બચાવવા માટે લડી હતી. તેઓએ અમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. અમારી પાર્ટી તોડી નાખી. બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તમામ ગઠબંધન ભાગીદારોનું સન્માન કર્યું છે અને અમને દેશ માટે એક નવું વિઝન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, "તેને (સંવિધાન) બચાવવાનું કામ ભારતના સૌથી ગરીબ લોકોએ કર્યું છે. આ બંધારણને બચાવવા માટે કામદારો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, પછાત લોકોએ કામ કર્યું છે."

સરકાર બનાવવાના સવાલ પર આ વાત કહી

જેડીયુ અને ટીડીપી સાથે મળીને સરકાર બનાવવાની સંભાવના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે અગાઉ કહ્યું હતું તેમ, અમે આવતીકાલે ઈન્ડિયા ગઠબંધનના અમારા સહયોગીઓ સાથે બેઠક યોજીશું. તેના પછી જ આ સંદર્ભમાં કંઈક કહી શકાશે. અમે અમારા ગઠબંધન ભાગીદારો સાથે બેઠક યોજીશું." અમે પક્ષો સાથે વાત કર્યા વિના આ અંગે કોઈ નિવેદન આપવા માંગતા નથી."

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'આ લડાઈ બંધારણને બચાવવા માટે હતી. હું કોંગ્રેસના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું. જ્યારે કોંગ્રેસનું ખાતું બંધ થયું ત્યારે મને લાગ્યું કે લોકો તેમના બંધારણ માટે લડશે. આ વાત સાચી સાબિત થઈ. કોંગ્રેસે દેશને સ્પષ્ટ રીતે રસ્તો બતાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું, 'ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષ સામે નથી લડી, અમે આ ચૂંટણી બંધારણને બચાવવા માટે લડ્યા હતા. અદાણીના શેરની હાલત જોઈ હશે. જનતા પણ બંનેને એકસાથે જુએ છે, દેશે સ્પષ્ટ કહ્યું છે કે અમને મોદી અને શાહ નથી જોઈતા. અમે અમારા વચનો પૂરા કરીશું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "હું બંને બેઠકો પર જીત્યો છું. હું વાયનાડ અને રાયબરેલીના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું થોડો સમય લઈશ અને નક્કી કરીશ કે હું કઈ બેઠક રહીશ.  હજુ નક્કી કર્યું નથી."

'ઘોષણા પત્રને લઈને જૂઠાણું ફેલાવવામાં આવ્યું'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "કોંગ્રેસના ઢંઢેરાને લઈને મોદીજી દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણા જનતા સમજી ગઈ છે. રાહુલ ગાંધીએ તેમની બંને યાત્રાઓ, ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કરોડો લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓને સાંભળી હતી. તે સમસ્યાઓનો ઉકેલ  અમારા અભિયાનનો આધાર બની"

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

PSI Transfer : પોલીસ બેડામાં મોટા ફેરબદલ,  ગુજરાતના 118 PSIની થઈ બદલી
Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
Embed widget