શોધખોળ કરો
Advertisement
રાયબેરલી બેઠક પરથી ફોર્મ ભર્યા બાદ સોનિયા ગાંધી બોલ્યા- અજેય નથી મોદી, 2004નું પરિણામ યાદ રાખે
યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સોનિયા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
નવી દિલ્હી: યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સોનિયા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, નરેંદ્ર મોદી અજેય નથી, 2004નું પરિણામ યાદ રાખવું જોઈએ. વાજપેયીજી પણ અજેય લાગી રહ્યા હતા, પરંતુ અમે જીત્યા હતા.
સોનિયા ગાંધી આ સીટ પરથી ચાર વખત સાંસદ રહી ચૂકયા છે. ઉમેદવારી દાખલ કરતાં પહેલાં સોનિયા ગાંધીએ હવન અને પછી રોડ શો કર્યો. આ દરમ્યાન તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સિવાય રોબર્ટ વાડ્રા, રેહાન અને મિરાયા વાડ્રા પણ હાજર રહ્યા. રાયબરેલી સીટ ગાંધી પરિવારનો મજબૂત ગઢ રહ્યો છે અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કર્મભૂમિ મનાય છે. મોદી સરકાર ફરીથી આવશે તો આ 'મહામિલાવટ ગેન્ગ'ના ટુકડા થઇ જશેઃ બિહારમાં પીએમ મોદી નાગપુરઃ વિશ્વની સૌથી ઠીંગણી મહિલાએ આપ્યો વોટ, જુઓ તસવીરોEarlier visuals: Sonia Gandhi filed her nomination from Raebareli. Rahul Gandhi, Priyanka Gandhi Vadra & Robert Vadra also present. #IndiaElections2019 pic.twitter.com/i1CKJBawC9
— ANI UP (@ANINewsUP) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement