શોધખોળ કરો
Advertisement
રાફેલ મામલે પીએમ મોદીને 'ચૌકીદાર ચોર હૈ' કહેવા પર રાહુલ ગાંધી ફસાયા, સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ
સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે બીજેપી સાંસદ મિનાક્ષી લેખીની અરજી પર સુનાવણી કરી, મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ પીએમ મોદી પર ટિપ્પણી પર અવમાનનાની અરજી દાખલ કરી હતી
નવી દિલ્હીઃ રાફેલ મામલે પીએમ મોદી પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ કહ્યું કે, અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ઉત્તરદાતાએ જે કંઇપણ સુપ્રીમ કોર્ટના હવાલાથી કહ્યું છે તે ખોટુ છે. કોર્ટે એવી કોઇજ ટિપ્પણી નથી કરી. અમે માત્ર ડૉક્યૂમેન્ટના એડમિસિબલિટી પર નિર્ણય કરીએ છીએ. કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવા કહ્યુ છે. હવે આ મામલે આગામી સુનાવણી 23 એપ્રિલે થશે.
સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે બીજેપી સાંસદ મિનાક્ષી લેખીની અરજી પર સુનાવણી કરી, મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ પીએમ મોદી પર ટિપ્પણી પર અવમાનનાની અરજી દાખલ કરી હતી.
મિનાક્ષી લેખીએ પોતાની અરજીમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે પુનર્વિચાર અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રની પ્રારંભિક અરજી ફગાવતા કહ્યું હતુ કે, તે ધ હિન્દુમાં છપાયેલા રક્ષા દસ્તાવેજો પર વિચાર કરશે, પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના હવાલાથી નિવેદન આપ્યુ કે સુપ્રીમ કોર્ટ પણ માન્યુ છે કે 'ચૌકીદાર ચોર' છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે અરજીમાં આવુ કંઇજ નથી એટલા માટે આ કોર્ટની અવમાનના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion