શોધખોળ કરો
Advertisement
લાલુના પુત્ર તેજસ્વીએ દેશના મોટા નેતાઓને લખ્યો પત્ર, કહ્યું- ટીવી ન્યૂઝ ચેનલોનો કરો બહિષ્કાર, ના કરો ડિબેટ
પટનાઃ બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી તથા રાજ્ય વિધાનસભા નેતા વિપક્ષ તેજસ્વી પ્રસાદ યાદવે સોમવારે વિપક્ષી નેતાઓને એક પત્ર લખીને ખાસ અપીલ કરી છે. તેમને અપીલ કરી છે કે ન્યૂઝ ચેનલો પર થવાવાળી ડિબેટથી દૂર રહો, જેમાં બીજેપીના પ્રત્યે સહાનુભૂતિ બતાવતા વિપક્ષની બદનામી કરવાનુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આરજેડી નેતાએ આ બાબતે ગઇ 8મી માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બીએસપી પ્રમુખ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ પત્ર લખ્યો હતો, આ અપીલને તેમને પોતાના ટ્વીટર પર પણ શેર કર્યો હતો.
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇને પક્ષ અને વિપક્ષ એકબીજા સામે બાંયો ચઢાવી રહ્યાં છે. યુપીએ અને એનડીએના ગઠબંધન વાળા પક્ષો પોતાના મુદ્દાઓને લઇને લોકોની વચ્ચે જઇ રહ્યાં છે, ત્યારે આવી અપીલ દરેક પાર્ટી કરી રહી છે.Dear friends! While we all have been raising issues with respect to hunger, unemployment, Agrarian crisis, social justice..A major section of the mainstream media is silencing such concerns dictated by the BJP headquarters. Let us decide to collectively boycott those channels... pic.twitter.com/S3cGlLv4pk
— Tejashwi Yadav (@yadavtejashwi) March 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement