Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ત્રણ બાળકો ઘરની પાસે જ આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયેલ ત્યારે ત્યાં શ્વાનોના ટોળાએ બાળકો પર હુમલો કરતા બે બાળકો નાસી ગયા હતા. જ્યારે એક બાળક શ્વાનની ઝપટે ચડી જતા બાળકને શ્વાને એટલા બચકા ભર્યા કે બાળકને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.
રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં સાત વર્ષના બાળકનું મોત. ઈન્દિરાનગર વિસ્તારમાં ત્રણ બાળકો પર શ્વાને હુમલો કર્યો..પાંચથી છ શ્વાનોના ટોળાએ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો. જેમાં યુવરાજ અને રાજ ભાગવામાં સફળ રહ્યા. જ્યારે રવિ નામના બાળક પર શ્વાન તૂટી પડ્યા. અને બાળકને બચકા ભર્યા. શ્વાનના હુમલાથી ભાગેલ બે ભાઈઓ ઘરે પહોંચી ઘરે વાત કરતા પરિવારજનો રવીને બચાવવા સ્થળ પર પહોંચ્યા. જ્યાં રવિ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જેથી તેેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામા આવ્યો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.