શોધખોળ કરો
જામનગરમાં સાંસદ પૂનમ માડમના પિતરાઈ ભાઈ કોંગ્રેસમાં જોડાયા, નામ જાણીને ચોંકી જશો
આગામી લોકસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા ત્યારે જામનગરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો હતો. જામનગરના સાંસદસભ્યના પિતરાઇ ભાઈ અને શિક્ષણ સમિતિના સદસ્ય નિતિન માડમ કોંગ્રેસના રોડ શો દરમિયાન કોંગ્રેસમાં જોડાયા છે.
જામનગર: આગામી લોકસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા ત્યારે જામનગરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો હતો. જામનગરના સાંસદસભ્યના પિતરાઇ ભાઈ અને શિક્ષણ સમિતિના સદસ્ય નિતિન માડમ કોંગ્રેસના રોડ શો દરમિયાન કોંગ્રેસમાં જોડાયા છે.
આગામી લોકસભા 2019ની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા ત્યારે જામનગરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 10 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતાં ત્યારે રવિવારે બપોર બાદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના રોડ શોમાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમના પિતરાઇ ભાઈ અને ભાજપ મીડિયા સેલ શિક્ષણ સમિતિના સદસ્ય નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા છે.
જામનગરના ચાંદીબજાર વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા દ્વારા રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં રોડ શોની શરૂઆતમાં જ નિતિન માડમે ઉમેદવાર મુળુભાઈના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement