શોધખોળ કરો

Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત

સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

LIVE

Key Events
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત

Background

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.


બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

13:53 PM (IST)  •  19 Apr 2024

Lok sabha 2024 Live : પરેશ ધાનાણીએ પણ 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ

પરેશ ધાનાણીએ પણ 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યુ.  આ સમયે શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા. ફોર્મ ભરતી વખતે દાખલ કરેલ સોંગદનામામાં ધાનાણીએ 40  લાખ 40 હજાર 331ની રોકડની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો.  વર્ષ 2022-23માં 12 લાખ 69 હજાર 510ની આવક થયાનું જાહેર કર્યું છે. ધાનાણી દંપતિ પાસે કુલ 380 ગ્રામ સોનુ છે તો ધાનાણી દંપતિ પાસે 84 લાખની જંગમ મિલકત પણ છે.

13:46 PM (IST)  •  19 Apr 2024

Lok sabha 2024 Live : ગાંધીનગરથી અમિત શાહે ભર્યું ઉમેદવારી ફોર્મ

આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની ચૂંટણી માટે ગાંઘીનગરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા તેમણે કલોક, સાણદ ગાંધીનગરમાં અન વિધાનસભાની બેઠકમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભર્યાં બાદ તેમણે જનતાનો આભાર માનતા કહ્યું હતું કે,”મારા માટે આ ગૌરવની વાત છે કે, ગાંધીનગર બેઠકના મતદાતાઓએ અપાર પ્રેમ આપ્યો છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ મને આશીર્વાદ આપ્યા  છે” આ સાથે અમિત શાહે ગરમીનો પારો ઊંચે ચઢે  એ પહેલા મતદાન કરવા પણ અનુરોધ કર્યો હતો

13:08 PM (IST)  •  19 Apr 2024

Lok sabha 2024 Live : નવસારીથી સી.આર.પાટીલે ભર્યુ ઉમેદવારી પત્રક

નવસારીથી સી.આર.પાટીલે ઉમેદવારી પત્રક ભર્યા બાદ PM, અમિત શાહ, જે.પી.નડ્ડાનો આભાર માન્યો હતો. ત્રણ વખત જીત અપાવનાર મતદાતાઓનો પણ સી આર પાટિલે આભાર વ્યક્ત કર્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સી.આર  પાટિલનો ભવ્ય રોડ શો યોજાયો હતો

10:21 AM (IST)  •  19 Apr 2024

પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ  થઇ ગયું છે. મતદાનાના પ્રથણ અઢી કલાકમાં ક્યાં કેટલા ટકા મતદાન થયું જાણીએ ટકાવારી

પ્રથમ તબક્કાની 102 બેઠકો માટેનું મતદાન શરૂ

  •  રાજસ્થાનની 12, મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે મતદાન
  •  તમિલનાડુની 39, યુપીની આઠ બેઠકો માટે મતદાન
  •  ઉત્તરાખંડની પાંચ, પ.બંગાળની ત્રણ બેઠકો માટે મતદાન
  •  અસમની પાંચ, બિહારની ચાર બેઠકો માટે મતદાન
  •  102 બેઠકો પર 16.63 કરોડ લોકો કરશે મતદાન
  •  મતદાનને લઈ PM મોદીએ સોશલ મીડિયા પર કરી પોસ્ટ
  •  આજથી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ શરૂઃPM
  •  PMએ તમામને મતદાન કરવાની કરી અપીલ
  •  મતદાન કરીને નવો રેકોર્ડ બનાવીએઃPM
  •  9 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 10.67 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 6.98 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં બિહારમાં 9.23 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં 14.12 ટકા મતદાન
  • 9 વાગ્યા સુધીમાં યુપીમાં 12.22 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 12.02 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં અસમમાં 11.15 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં જમ્મુ-કશ્મીરમાં 10.43 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં 15.09 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં મણીપુરમાં 7.63 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં મેઘાલયમાં 12.96 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં મિઝોરમમાં 9.36 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં ઉત્તરાખંડમાં 10.41 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં 8.21 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં અરૂણાચલમાં 4.95 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં નાગાલેન્ડમાં 7.65 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં પુડુચેરીમાં 7.49 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં સિક્કિમમાં 6.63 ટકા મતદાન
  •  9 વાગ્યા સુધીમાં ત્રિપુરામાં 13.62 ટકા મતદાન
09:50 AM (IST)  •  19 Apr 2024

Nitin Gadkari Cast Vote: નીતિન ગડકરીએ કહ્યું- 101% વિશ્વાસ, હું ચૂંટણી જીતી રહ્યો છું

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં મતદાન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે આપણે લોકશાહીની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ, તે આપણો મૂળભૂત અધિકાર અને ફરજ પણ છે. તમે કોઈને પણ મત આપી શકો છો પણ મત આપવો જરૂરી છે. મને 101% વિશ્વાસ છે કે હું સારા માર્જિનથી જીતીશ.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget