શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મમતાના નેતાની દાદાગીરી, કાર્યકર્તાઓને કહ્યું- 'ચૂંટણી બૂથ પર મિલિટ્રીના જવાનો પર હૂમલો કરી દો, ડરવાની જરૂર નથી'
ટીએમસી નેતા રત્ન ઘોષે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું, ''હું દરેક બૂથ પર જઇ રહી છું. હું સુરક્ષાદળોની પરવાહ નથી કરતી. જો સુરક્ષાદળો વધારે એક્ટિવ રહે તો હું મહિલા મોર્ચાને અનુરોધ કરુ છું કે તે ઝાડૂ લઇને તેમની સામે થઇ જાય, તેમને ત્યાંથી દુર ભગાડે.''
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ધારાસભ્યની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ટીએમસી એમએલએ રત્ન ઘોષે સુરક્ષાદળોને લઇને વિવાદિત નિવેદન આપ્યુ છે. પોતાના સમર્થકોને તેમને કહ્યું કે, મતદાન દરમિયાન ચૂંટણી બૂથ પર મિલિટ્રીના જવાનોથી આપણે ડરવાની જરૂર નથી. જો કંઇપણ થાય તો તેમના પર હુમલો કરી દો.
ટીએમસી નેતા રત્ન ઘોષે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું, ''હું દરેક બૂથ પર જઇ રહી છું. હું સુરક્ષાદળોની પરવાહ નથી કરતી. જો સુરક્ષાદળો વધારે એક્ટિવ રહે તો હું મહિલા મોર્ચાને અનુરોધ કરુ છું કે તે ઝાડૂ લઇને તેમની સામે થઇ જાય, તેમને ત્યાંથી દુર ભગાડે.''
પોતાના કાર્યકર્તાઓને ઉકસાવતા રત્ન ઘોષે કહ્યુ કે, જો તમે જંગ જીતવા માંગતા હોય તો એ ના વિચારો કે શું સાચુ છે ને શું ખોટુ. લોકશાહી કે બિનલોકશાહી રીતે આપણે જીતવાનું જ છે. કોઇપણ હાલમાં જીતવુ જરૂરી છે. મેં વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણી જોઇ છે, કેવી રીતે મિલિટ્રીના જવાનો આપણા બાળકોને મારતા હતા, ચૂંટણીમાં ખુનખરાબા થયા. આ વખતની ચૂંટણી પડકારરૂપ છે પણ ડરવાની કોઇને જરૂર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion