શોધખોળ કરો
BJP સાંસદની પોતાની જ પાર્ટીને ખુલ્લી ધમકી, કહ્યું- મને ટિકીટ આપો નહીં તો પાર્ટી છોડી દઇશ
ઉદિત રાજે કહ્યું કે, જો બીજેપી આ વખતે મને ટિકીટ નહીં આપે તો હું પાર્ટી છોડી દઇશ. તેની સાથે તે આજે નામાંકન ફોર્મ ભરશે. તેમને કહ્યું કે, હું કંઇ પાર્ટીમાં જઇશ તે વાતનો ખુલાસ પછી કરીશ

નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભા ચૂંટણીનો મહોલ જામ્યો છે, આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે દિલ્હીથી ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના ઉત્તર પશ્ચિમ બેઠક પરના હાલના બીજેપી સાંસદ ઉદિત રાજે પાર્ટીને ખુલ્લી ધમકી આપી છે. ઉદિત રાજે કહ્યું કે, જો બીજેપી આ વખતે મને ટિકીટ નહીં આપે તો હું પાર્ટી છોડી દઇશ. તેની સાથે તે આજે નામાંકન ફોર્મ ભરશે. તેમને કહ્યું કે, હું કંઇ પાર્ટીમાં જઇશ તે વાતનો ખુલાસ પછી કરીશ. બીજેપી સાંસદ ઉદિત રાજે આ વાત પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આપી હતી.
નોંધનીય છે કે, દિલ્હીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ના બની શક્યુ જેના કારણે બીજેપી, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો અલગ અલગ ચૂંટણી લડી રહ્યાં છે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે.I am waiting for ticket if not given to me I will do good bye to party
— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) April 23, 2019
વધુ વાંચો




















