Lok Sabha Election 2024 Live : બપોરે 1વાગ્યા સુધીમાં 39.13 ટકા વોટિંગ, બંગાળમાં સૌથી વધુ મતદાન
Lok Sabha Election 2024 Live :લોકસભા ચૂંટણી આજે છઠ્ઠા તબક્કામાં પહોચી ચૂકી છે. આજે 8 રાજ્યોની 58 બેઠક પર મતદાન થશે, પાંચમાં તબક્કામાં અત્યાર સુધીમાં સુધીમાં સરેરાશ 65.96 ટકા મતદાન થયું છે.
LIVE
Background
Lok Sabha Election 2024 Live :: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી સૌથી વધુ 223 ઉમેદવારો હરિયાણાના છે, જ્યારે ઓછામાં ઓછા 20 ઉમેદવારો જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની 14 બેઠકો માટે કુલ 162 ઉમેદવારો, બિહારની આઠ બેઠકો માટે 86 ઉમેદવારો, દિલ્હીની સાત બેઠકો માટે 162 ઉમેદવારો, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો માટે 79 ઉમેદવારો મેદાનમાં છે.
દેશમાં ચાલી રહેલા લોકશાહીના મહાન ઉત્સવમાં સક્રિયપણે ભાગ લેવાનો ફરી એકવાર સમય આવી ગયો છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો ચૂંટણી પ્રચાર ગુરુવારે થંભી ગયો હતો. આ સાથે, આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જ્યાં 25મી મે એટલે કે શનિવારે એટલે આજે મતદાન થઇ રહ્યું છે.
છઠ્ઠા તબક્કામાં આ દિગ્ગજો મેદાને
સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે. આ દિગ્ગજોમાં ભૂતપૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર, ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી, કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, રાવ ઈન્દ્રજીત અને કૃષ્ણ પાલ ગુર્જર, મેનકા ગાંધી, અભિનેતા રાજ બબ્બર, મનોજ તિવારી અને દિનેશ કુમાર યાદવ નિરહુઆ વગેરેનો સમાવેશ થાય છે.
છઠ્ઠા તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન?
2019માં છઠ્ઠા તબક્કામાં જે 58 લોકસભા સીટો પર મતદાન થયુ હતું તેમાંથી 40 ભાજપ અને એનડીએ જીત્યા હતા. તેમાંથી ભાજપે દિલ્હીની તમામ સાત બેઠકો અને હરિયાણાની તમામ દસ બેઠકો જીતી હતી. આ દૃષ્ટિએ છઠ્ઠો તબક્કો શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહ્યો છે. જો કે આ વખતે બંને રાજ્યોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે.
AAP અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે
આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે, 2019માં બંને પાર્ટીઓએ અલગથી ચૂંટણી લડી હતી. જ્યારે હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપની સહયોગી જનનાયક જનતા પાર્ટી તેમનાથી અલગ થઈ ગઈ છે. રાજ્યની કમાન પણ હવે મનોહર લાલ ખટ્ટરને બદલે નાયબ સિંહ સૈનીના હાથમાં છે.
અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું?
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના પાંચ તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ 65.96 ટકા મતદાન થયું છે. આમાં સૌથી ઓછું 62.2 ટકા મતદાન પાંચમા તબક્કામાં થયું હતું જ્યારે સૌથી વધુ 69.16 ટકા મતદાન ચોથા તબક્કામાં થયું હતું. જ્યારે પ્રથમ તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું.
બપોરે 1 વાગ્યા સુધી 39.13 ટકા મતદાન
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં અત્યાર સુધીમાં 39.13 ટકા મતદાન થયું છે. સૌથી વધુ 54.80 ટકા મતદાન બંગાળમાં થયું છે જ્યારે સૌથી ઓછું 34.37 ટકા મતદાન દિલ્હીમાં થયું છે
મેં PoK પાછા લાવવા માટે મત આપ્યો - શુભેન્દુ અધિકારીએ મતદાન કર્યા પછી કહ્યું
VIDEO | Lok Sabha Elections 2024: "I voted for development, I voted against corruption and appeasement. I voted for jobs for young people, for industry, for farmers. I voted to bring back Pakistan occupied Kashmir. I voted for 'Bharat Mata'," said BJP leader Suvendu Adhikari… pic.twitter.com/dUDEMtAyWP
— Press Trust of India (@PTI_News) May 25, 2024
Lok Sabha Election 2024 Phase 6 Voting Live
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 25.76% મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળ હાલમાં મતદાનમાં સૌથી આગળ છે. માહિતી અનુસાર, ત્યાં 36.88% મતદાન થયું હતું. ઝારખંડમાં 27.80 ટકા, યુપીમાં 27.06 ટકા, બિહારમાં 23.67 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 23.11 ટકા, હરિયાણામાં 22.09 ટકા, દિલ્હીમાં 21.69 ટકા અને ઓડિશામાં 21.30 ટકા મતદાન થયું હતું.
લોકશાહી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છેઃ સ્વાતિ માલીવાલ
AAP સાંસદ સ્વાતિ માલીવાલે લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં પોતાનો મત આપ્યો. તેણીએ કહ્યું, "આજનો દિવસ લોકશાહીનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું દરેકને અપીલ કરું છું કે તેઓ બહાર આવીને પોતાનો મત આપે. ખાસ કરીને હું મહિલાઓને તેમનો અમૂલ્ય મત આપવા અપીલ કરું છું. આ દેશમાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે."
Lok Sabha Election 2024 Live: દિલ્લીમાં આપ- ભાજપ વચ્ચે સીધો મુકાબલો
લોકસભા ચૂંટણી 2024માં દેશની રાજધાની દિલ્હીમાં અસલ લડાઈ ભારતીય જનતા (બીજેપી) અને આમ આદમી પાર્ટી ) વચ્ચે મનાઇ રહી છે. મુદ્દાની વાત કરીએ તો અહી અહીં પાણીની સપ્લાય અને મેટ્રો સેવાનો વિસ્તાર વધારો સહિતના મુદા ખાસ છે.