શોધખોળ કરો
Advertisement
અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ચૂંટણી લડવાને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો વિગત
વલસાડ: વલસાડમાં કોંગ્રેસની યોજાયેલી બુથ લેવલની કાર્યકર બેઠકમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈજલે હાજરી આપી હતી. ફૈજલ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે સક્રિય થયો છું અને કોઈ ઈલેક્શન લડવા માંગતો નથી. કોંગ્રેસને જ્યાં મારી જરૂર હશે ત્યાં એક કાર્યકર તરીકે સક્રિય કાર્ય કરીશ.
વલસાડ જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ પારડી તાલુકાના કાર્યકરોની બુથ લેવલની બેઠકમાં કોંગ્રેસના નેતાઓ સાથે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પણ હાજર રહ્યા હતા. ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હું રાજકારણમાં સક્રિય રહ્યો નથી. હું સેવાકીય પ્રવૃતિઓ સાથે જ સંકળાયેલો છું. જેથી એક સ્વંયસેવક તરીકે કોંગ્રેસ મને જે જવાબદારી આપશે તે નિભાવીશ. આ પ્રસંગે અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતાં.
ફૈઝલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ અને એલઆઈસીસીના ખજાનચી છે. ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે મારું નામ ચર્ચાઈ રહ્યું છે. જેનું હું ખંડન કરું છું. હું કોઈ ઈલેક્શન લડવા માંગતો નથી. કોંગ્રેસને જ્યાં મારી જરૂર હશે ત્યાં એક કાર્યકર તરીકે સક્રિય કાર્ય કરીશ અને કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા સંયુક્ત પ્રયાસ કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement