Weight loss Tips: આ ટેસ્ટી ફૂડ ખાઇને પણ ઉતારી શકો છો વજન, જાણો ડાયટ ટિપ્સ
ભેળપુરી એક પોપ્યુલક મહારાષ્ટ્રીયન સ્નેક્ છે. જે દેશભરમાં ફેમસ છે. મમરા સેવથી બનેલ આ સ્નેક ખૂબજ હળવો હોય છે. તેમાં કેલરની માત્રા નહિવત હોવાથી આપ તને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે લઇ શકો છો..
Dieting tips: મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચુસ્ત રીતે ડાયટ પ્લાનને ફોલો કરે છે. આ સમય દરમિયાન તેઓ બિલકુલ સ્ટ્રીટ ફૂડને અવોડઇ કરે છે. પરંતુ કેટલાક સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેને આપ ડાયટિંગ દરમિયાન પણ લઇ શકો છો.
પનીર ટિક્કા
તંદૂરી પનીર ટિક્કા અને મલાઈ પનીર ટિક્કાથી લઈને મસાલા પનીર ટિક્કા સુધી, ટિક્કાની ઘણી બધી જાતો છે, જેને તમે કોઈપણ જાતના દોષ વિના આરામથી ખાઈ શકો છો. પનીર ટિક્કામાં તેલનું પ્રમાણ નહિવત હોય છે. તેને ગ્રીલ પર અને તંદૂરમાં રાંધીને તૈયાર કરવામાં આવે છે. દહીં અને મસાલાની પેસ્ટ સાથે મેરીનેટેડ પનીર ટિક્કા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષ્ટીક પણ છે.
મૂંગલેટ
મૂંગલેટ બેસન જેવો જ પુંડલા હોય છે. જેને ફોતરા વિનાની મુંગદાળ સાથે બનાવવામાં આવે છે. જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને વજન ઓછી કરવામાં પણ મદદગાર છે. મગની દાળને પલાળીને પીસીને તેનું બટર તૈયાર કરીને પુડલાની જેમ બનાવી શકાય છે.
ભેળપુરી
ભેળપુરી એક પોપ્યુલક મહારાષ્ટ્રીયન સ્નેક્ છે. જે દેશભરમાં ફેમસ છે. મમરા સેવથી બનેલ આ સ્નેક ખૂબજ હળવો હોય છે. તેમાં કેલરની માત્રા નહિવત હોવાથી આપ તને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે લઇ શકો છો..
શેક્લા શક્કરિયા
ઉત્તર ભારતમાં શક્કરિયા ચાટ ખૂબ જ લોકપ્રિય છે. તેમાં બાફેલા શક્કરિયા અને કેટલાક મસાલાનો સમાવેશ થાય છે જે તંદુરસ્ત નાસ્તો છે. તેને બનાવવા માટે તમારે બાફેલા શક્કરિયાને કાપીને તેમાં લીંબુનો રસ, ચાટ મસાલો, જીરું પાવડર, કાળું મીઠું નાખવું પડશે. ગાર્નિશ માટે તમે સેવ અને દાડમના દાણા ઉમેરી શકો છો.
મકાઇ
બાફેલી મકાઇ કે શેકલી મકાઇ પણ ખૂબ હેલ્થી અને ડાયટ ફૂડ છે. તે બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. મકાઇ ફાઇબરથી ભરપૂર અને પોષણતત્વથી સભર હોવાથી આપ ડાયટમાં તેને સામેલ કરી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.