શોધખોળ કરો

જેકલીન સાથે ફાઈવ સ્ટાર હોટલમાં જલસા કરનારા 200 કરોડના કૌભાંડી સુકેશે કઈ એક્ટ્રેસ સાથે કર્યાં છે લગ્ન ?

લીના મારિયા પૉલ વિશે વાત કરીએ તો તેને 2009માં મોહનલાલ સ્ટાર રેડ ચીલીઝ ફિલ્મમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત હસબન્ડ ઇન ગોવા, કોબરા અને બિરયાની જેવી બીજી ઘણીબધી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી છે.

મુંબઇઃ 200 કરોડ રૂપિયાની વસૂલી કૌભાંડ કેસમાં કૌભાંડી સુકેશ ચંદ્રશેખર ચર્ચામાં છે, સુકેશની સાથે સાથે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝનુ પણ આ કેસમાં ચર્ચાઇ રહ્યું. થોડાક દિવસો પહેલા દિલ્હીની એક કોર્ટે 200 કરોડ રુપિયાના મની લોન્ડરિંગના એક કેસમાં કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની, અભિનેત્રી લીના મારિયા પોલ અને 6 અન્ય વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટ પર નોંધ લીધી હતી. હવે આ કેસમાં તપાસ અને પુછપરછનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, સુકેશ ચંદ્રશેખર હૉટ એક્ટ્રેસ સાથે પરણ્યો છે. સુકેશની પત્નીનુ નામ છે લીના મારિયા પૉલ. 

કોણ છે લીના મારિયા પૉલ- 
લીના મારિયા પૉલ સાઉથ ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે, અને આ કૌભાંડમાં તેનુ નામ પણ જોડાયેલુ છે. લીના મારિયા પૉલ વિશે વાત કરીએ તો તેને 2009માં મોહનલાલ સ્ટાર રેડ ચીલીઝ ફિલ્મમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત હસબન્ડ ઇન ગોવા, કોબરા અને બિરયાની જેવી બીજી ઘણીબધી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી છે. ખાસ વાત છે કે, તે મૂળ કેરાલાની છે અને બેંગ્લુરુમાં એક ડેન્ટીસ તરીકે કામ કરતી હતી, પરંતુ સિનેમાનો શોખ હોવાથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઇ છે. 

લીના મારિયા પૉલને અગાઉ 2003માં છેતરપિંડી કેસમાં સુકેશ ચંદ્રશેખર સાથે અરેસ્ટ કરવામાં આવી હતી, તેના પર ચેન્નાઇ બેન્કનો 19 કરોડ રૂપિયાનો છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. પોલીસે આ કેસની તપાસ દરમિયાન લીના મારિયા પૉલ પાસેથી નવ મોંઘીદાટ કારો અને 81 મોંઘી કાંડા ઘડિયાળો જપ્ત કરી હતી. 

જેકલીન સાથે ફાઈવ સ્ટાર હોટલમાં જલસા કરનારા 200 કરોડના કૌભાંડી સુકેશે કઈ એક્ટ્રેસ સાથે કર્યાં છે લગ્ન ?

મની લૉન્ડ્રિંગ કેસઃ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ પુછપરછ માટે ઇડી ઓફિસ પહોંચી, જાણો વિગતે

નવી દિલ્હીઃ 200 કરોડ રૂપિયાની વસૂલી કૌભાંડ કેસમાં બૉલીવુડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)ની મુશ્કેલીઓ વધી રહી છે. ઇડીએ આજે અભિનેત્રીને પુછપરછ માટે બોલાવી છે. આને લઇને હવે જેકલિન ફર્નાન્ડિઝ ઇડી ઓફિસ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 30 ઓગસ્ટ, 2021એ જેકલિન ફર્નાન્ડિઝ પહેલીવાર નવી દિલ્હીમાં ઇડી ઓફિસમાં પુછપરછ માટે હાજર થઇ હતી. આ પછી ઇડીએ સમન્સ આપ્યુ હતુ. 25 સપ્ટેમ્બર, 15 , 16 અને 18 ઓક્ટોબરે ફરીથી તેને બોલાવવામાં આવી, પછી તે તપાસમાં સામેલ થઇ અને પોતાનુ નિવેદન નોંધાવ્યુ હતુ. 

એક્ટ્રેસને અગાઉ ઇડીએ એરપોર્ટ પર રોકી હતી-
Jacqueline Fernandez News: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર અટકાવી હતી. જેકલીન વિરુદ્ધ દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં કેસ નોંધાયેલ છે. સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનનું નામ સામે આવ્યું છે.

200 કરોડની ખંડણીના કેસમાં EDએ તેની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે, જેના પછી અધિકારીઓએ તેને એરપોર્ટ પર રોકી છે. તે દેશની બહાર એક શો માટે જઈ રહી હતી. જોકે, તેને કસ્ટડીમાં લેવામાં નથી આવી. EDએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે ઠગે જેકલીન ફર્નાન્ડિસને 10 કરોડ રૂપિયાથી વધુની કિંમતની મોંઘી ભેટ મોકલી હતી. EDએ તેની પ્રથમ ચાર્જશીટમાં સુકેશ ચંદ્રશેખરને રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં મુખ્ય આરોપી બતાવ્યો હતો. ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત ડાન્સર નોરા ફતેહીનું નામ પણ સામેલ છે.

અગાઉ, દિલ્હીની એક કોર્ટે શનિવારે 200 કરોડ રુપિયાના મની લોન્ડરિંગના એક કેસમાં કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની, અભિનેત્રી લીના મારિયા પોલ અને 6 અન્ય વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટ પર નોંધ લીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Surat news: સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતના કેસમાં હાઇકોર્ટે ફરી સર્વે કરવા કર્યો આદેશ
Gujarat Rains Forecast: 16થી 18 ઓગષ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
ICICI બાદ હવે HDFC બેંકે મીનીમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ધરખમ વધારો, જાણો ખાતામાં કેટલા રૂપિયા રાખવા પડશે
ICICI બાદ હવે HDFC બેંકે મીનીમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ધરખમ વધારો, જાણો ખાતામાં કેટલા રૂપિયા રાખવા પડશે
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય: આ તારીખતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય: આ તારીખતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની મુશ્કેલી વધી, બેટિંગ એપ કેસમાં EDએ મોકલ્યું સમન્સ
પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની મુશ્કેલી વધી, બેટિંગ એપ કેસમાં EDએ મોકલ્યું સમન્સ
Embed widget