ABP Ideas of India: નવાજુદ્દીને પોતાની કમાણીનું રહસ્ય જણાવ્યા પછી કહ્યું, શું ઈન્કમ ટેક્ષવાળા તો નહીં આવે ને..
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કયો એક્ટર અને એક્ટ્રેસ એક્ટિંગના કેટલા રુપિયા લે છે તેની ચર્ચા હંમેશા ચાલે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે આ એક્ટર સૌથી ઘણો ચાર્જ લે છે અને આ હિરોઈન હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે.
ABP Ideas of India: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કયો એક્ટર અને એક્ટ્રેસ એક્ટિંગના કેટલા રુપિયા લે છે તેની ચર્ચા હંમેશા ચાલતી હોય છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે આ એક્ટર સૌથી ઘણો ચાર્જ લે છે અને આ હિરોઈન હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે એક ખબર એ પણ છે કે, એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી બોલીવુડમાં સૌથી વધુ ફી લેતો એક્ટર છે. પણ શું આ સાચું છે. તમે અને અમે કદાચ આ વિશે જાણતા નથી પરંતુ નવાજુદ્દીને ખુદ આ ખબરનું સત્ય જણાવી દીધું છે. હમણાં જ એબીપી આઈડિયાઝ ઓફ ઈંડિયા સમિટ 2022માં નવાજુદ્દીન સિદ્દીકીએ હાજરી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે, તે હજી સુધી સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા નથી બન્યા, પરંતુ એક દિવસ જરુર બનશે.
કઈ રીતે કમાય છે સુપરસ્ટાર જેટલા રુપિયાઃ
આઈડિયાઝ ઓફ ઈંડિયા સમિટ 2022માં નવાજુદ્દીને કહ્યં કે, અત્યારે તો હું સૌથી વધુ ફી લેતો એક્ટર નથી પણ બનીશ જરુર. અત્યારે પણ હું ઓછા રુપિયા નથી લેતો. હું એક એક્ટર છું પણ ફી તો એક સ્ટાર જેટલી જ લઉં છું. સુપરસ્ટાર એક વર્ષમાં એક ફિલ્મ કરે છે જ્યારે હું એક વર્ષમાં 5 ફિલ્મો કરી લઉં છું. તો એ ગણતરીએ હું સુપરસ્ટાર જેટલા પૈસા લઈ જ લઉં છું. પોતાના આ નિવેદન બાદ નવાજુદ્દીને હસતાં-હસતાં કહ્યું હતું કે, શું હું વધારે તો નથી બોલી ગયો ને કે ઈનકમ ટેક્સવાળા આવી જાય.
બોલીવુડમાં નેપોટિઝ્મ પણ છે અને રેસિજ્મ પણ..
એબીપી આઈડિયાઝ ઓફ ઈંડિયા સમિટ 2022માં ભાગ લેનાર એક્ટર નવાજુદ્દીન સિદ્દીકીએ વધુમાં જણાવ્યું હતું કે, બોલીવૂડમાં નેપોટિઝ્મ (પરિવારવાદ) ચાલે છે અને રેસિઝ્મ (રંગભેદ) પણ ચાલે છે. સેશન દરમ્યાન એક સવાલના જવાબમાં નવાજુદ્દીને કહ્યું કે, બોલીવૂડમાં નેપોટિઝ્મ તો છે, એની સાથે રેસિઝ્મ પણ છે. મને એક શ્યામ વર્ણની એક હિરોઈન બતાવો જે સુપરસ્ટાર હોય કે સ્ટાર હોય. એક્ટર તો હું છું... શું કાળા લોકો સારી એક્ટિંગ નથી કરી શકતા? આ આપણા સમાજમાં પણ છે અને બોલીવૂડમાં પણ છે. મને એક હિરોઈન બતાવો જે કાળી હોય. હું તો પોતાની જીદના કારણે સ્ટાર છું. ઘણી સારી હિરોઈનમાં આવી જીદ પણ હતી, પણ અહિંયા સુધી પહોંચવા માટે તમારી એક્ટિંગમાં પણ એ વાત હોવી જોઈએ.