શોધખોળ કરો
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

1/3

આ પહેલા પણ દિલીપ કુમારને ઓગસ્ટમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા તેમને ડિહાઈડ્રેશન કારણે તબીયત બગડી હતી. ટ્રેજેડી કિંગના નામથી પ્રખ્યાત અભિનેતાની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી બરાબર નથી. દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત દિલીપ કુમારને એપ્રિલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.
2/3

દિલીપ કુમારે દેવદાસ, મુગલ-એ-આઝમ જેવી સદાબહાર ફિલ્મોમાં શાનદાર અભિનય કરનારા દિલીપ કુમાર છેલ્લી વખત ‘કિલા’ ફિલ્મમાં નજર આવ્યા હતા. આ ફિલ્મ 1998માં આવી હતી. તેમને 2015માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલીપ કુમારે પોતાનાથી ઉંમરમાં 20 વર્ષ નાની સાયરાબાનો સાથે લગ્ન કર્યા હતા.
3/3

મુંબઈ: બોલિવૂડના જાણિતા દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબીયત ફરી એકવાર લથડી છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને શ્વાસ લેવા માટે તકલીફ થઈ રહી છે. જો કે ચિંતાની કોઈ વાત નથી. 95 વર્ષીય દિલીપ કુમાર અહીં રૂટીન ચેકઅપ માટે છે.
Published at : 05 Sep 2018 05:15 PM (IST)
Tags :
Dilip KumarView More
Advertisement