Kartik Aaryan આ સુપરસ્ટારની બહેનના પ્રેમમાં પડ્યો, બન્ને એકબીજાને ચોરી-છુપીથી કરી રહ્યાં છે ડેટ, જાણો
રિપોર્ટ એવા પણ છે કે, કાર્તિક તેમના બિઝી ફિલ્મ શિડ્યૂલમાંથી પુરતો સમય કાઢીને પશ્મીનાને મળી રહ્યો છે, બન્ને સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરવા પસંદ કરે છે
Kartik Aaryan New Girlfriend: બૉલીવુડમાં પોતાની સુપરડુપર ફિલ્મને લઇને ચર્ચામાં આવેલો કાર્તિક આર્યન હવે પોતાની પ્રેમ સંબંધોને લઇને ફરીથી ચર્ચામાં છે, વાતો છે કે, કાર્તિક આર્યન બૉલીવુડના સુપરસ્ટાર એક્ટર ઋત્વિક રોશનની બહેનના પ્રેમમાં છે, ઋત્વિક રોશનની બહેનનુ નામ પશ્મીના રોશન છે, તે કોઇ એક્ટ્રેસ નથી પરંતુ એક સામાન્ય છોકરી છે. કાર્તિક આર્યન અને પશ્મીના બન્ને એકબીજાને ચોરી છુપીથી ડેટ કરી રહ્યાં છે. પશ્મીના રોશન બૉલીવુડના સુપરસ્ટાર ઋતિક રોશનની કઝિન બેન છે. જલ્દી જ પશ્મીના રોશન બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. પશ્મીના રોશને શાહિદ કપૂરની ફિલ્મ ઈશ્ક-વિશ્કના સીકવલમાં કાસ્ટ કર્યો છે.
તાજા રિપોર્ટ અનુસાર, સોશ્યલ મીડિયા પર કાર્તિક આર્યનના રિલેશનને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. કાર્તિક આર્યનની પર્સનલ લાઇફમાં ખાસ કરીને ગર્લફ્રેન્ડને લઇને લોકો ચર્ચા કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક રિપોર્ટની માનીએ તો કાર્તિક આર્યન અને ઋતિક રોશનની બેન પશ્મીના રોશન (Pashmina Roshan) ની વચ્ચે મુલાકાત વધવા લાગી છે. પશમીના અને કાર્તિકની ગાઢ મિત્રતાએ હવે એક નવો વળાંક લઈ લીધુ છે.
રિપોર્ટ એવા પણ છે કે, કાર્તિક તેમના બિઝી ફિલ્મ શિડ્યૂલમાંથી પુરતો સમય કાઢીને પશ્મીનાને મળી રહ્યો છે, બન્ને સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરવા પસંદ કરે છે. તેમજ પૈપરાજીનો ધ્યાન ભટકાવવા માટે બન્ને તેમની તેમની ગાડીઓને ડ્રાઈવર સાથે મોકલી નાખે છે.
જાણો પશ્મીના રોશન વિશે.....
સુપરસ્ટાર ઋત્વિક રોશનની કજિન બહેન બહુ જલદી બૉલીવુડમાં ડેબ્યૂ કરવાની છે, આ માટે તેને તૈયારીઓ કરી લીધી છે. જોકે ડેબ્યૂ પહેલા જ તેને પોતાના ફેન્સને પોતાનો હૉટ અવતાર બતાવીને ચોંકાવી દીધા છે. રોશન ફેમિલીની જેમ જ પશ્મીના રોશનનુ નામ પણ ફિલ્મી દુનિયામાં ધૂમ મચાવા માટે તૈયાર છે. પશ્મીના રોશન સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
રાકેશ રોશન, રાજેશ રોશન અને એક્ટર ઋત્વિક રોશન બાદ પશ્મીના રોશન પણ બૉલીવુડમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે, તેને કમર કસી લીધી છે.
ખાસ વાત છે કે, પશ્મીના રોશન બૉલીવુડના સુપરસ્ટાર શાહિદ કપૂરની સુપરહિટ ફિલ્મ ઇશ્ક વિશ્કના રિમેક ઇશ્ક વિશ્ક રીબાઉન્ડથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ આગામી વર્ષ 2023માં રિલીઝ થવાની છે.