સુપર-ડુપર ફિલ્મો આપનારા આ સ્ટાર એક્ટરે 50 વર્ષની ઉંમરમાં બદલ્યુ પોતાનુ નામ, જાણો કેમ બદલ્યુ નામ......
રિપોર્ટ છે કે રાજપાલ યાદવ પોતાનુ નામ બદલી નાંખ્યુ છે, 50 વર્ષની ઉંમરમાં સિનેમામાં આટલુ નામ કમાયા બાદ છેવટે તેને આમ કેમ કર્યુ. આ ખબરની સાંભળીને દરેક ચોંકી ગયા છે.
નવી દિલ્હીઃ બૉલીવુડ ફિલ્મોમાં શાનદાર ફિલ્મો આપનારા અને હસ્ય કલાકાત તરીકે લોકપ્રિય થયેલી એક્ટર રાજપાલ યાદવ હવે પોતાનુ નામ બદલી નાંખ્યુ છે. રાજપાલ યાદવ હિન્દી સિનેમાનો હાસ્ય અભિનેતા છે, જે પોતાની કૉમેડીની જબરદસ્ત ટાઇમિંગ માટે જાણીતો છે. હવે રિપોર્ટ છે કે રાજપાલ યાદવ પોતાનુ નામ બદલી નાંખ્યુ છે, 50 વર્ષની ઉંમરમાં સિનેમામાં આટલુ નામ કમાયા બાદ છેવટે તેને આમ કેમ કર્યુ. આ ખબરની સાંભળીને દરેક ચોંકી ગયા છે. ચાલો અમે તમને બતાવીએ છીએ કે છેવટે રાજપાલ યાદવે આમ કેમ કર્યુ.
22 વર્ષની કેરિયરથી બનાવી ઓળખ.....
રાજપાલ યાદવને બૉલીવુડમાં 22 વર્ષ થઇ ચૂક્યા છે. આ દરમિયાન તેને સખત મહેનત કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરી છે. વર્ષ 1999માં ફિલ્મ ‘દિલ ક્યા કરે’થી રાજપાલ યાદવે ફિલ્મોમાં એન્ટ્રી કરી. આ પછી તેને ‘હંગામા’, ‘ચુપ-ચુપ કે’, ‘ફિર હેરા ફેરી’, ‘ઢોલ’, ‘પ્યાર તુને ક્યા કિયા’ જેવી ફિલ્મોમાં સહ-કલાકારની ભૂમિકા નિભાવી. આ ઉપરાંત ‘મે માધુરી દિક્ષિત બનના ચાહતી હું’, ‘લેડીઝ ટેલર’, ‘પિત પત્ની ઔર વો’ જેવી ફિલ્મોમાં લીડ રૉલ કર્યો.
50ની ઉંમરમાં બદલ્યુ નામ-
રાજપાલ યાદવે માર્ચેમાં પોતાના 50માં જન્મ દિવસ પર નામ બદલવાનો ફેંસલો કર્યો. તેને પોતાના નામની સાથે પિતાના નામ નૌરંગ જોડી લીધુ છે. હવે તેનુ નામ રાજપાલ નૌરંગ યાદવ છે. એક વેબસાઇટ સાથે વાત કરતા તેને કહ્યું- હું 1997માં મુંબઇ આવ્યો, તો મારા નામ સાથે પિતાનુ નામ જોડવામાં આવ્યુ હતુ, આ રાજ્યનો નિયમ હતો. આ નામ પાસપોર્ટ પર પણ છે. રાજપાલ યાદવે કહ્યું- પોતાના 50મા બર્થડે પર પિતાના નામને જોડવાનો ફેંસલો લીધો. હવે આ નામ ફિલ્મોમાં પણ દેખાશે.
આવનારી ફિલ્મ પણ બન્યુ કારણ-
રાજપાલ યાદવનુ નામ બદલવાનુ કારણ તેની અપકમિંગ ફિલ્મ ‘ફાધર ઓન સેલ’ પણ છે. જેની કહાની આનાથી જ મેચ થાય છે. રાજપાલે કહ્યું કે જ્યારથી તેને નામ બદલ્યુ છે ત્યારથી તેના પિતાનુ નામ એટલી વાર લેવામાં આવ્યુ, જેટલી વાર પહેલા ક્યારેય ન હતુ લેવામાં આવ્યુ.
ફાધર ઓન સેલ ઉપરાંત રાજપાલ યાદવ બીજા કેટલાય પ્રૉજેરક્ટ પર કામ કરી રહ્યો છે. તે બહુ જલ્દી ‘હંગામા-2’, ‘હૈલી ચાર્લી’ અને ‘ભૂલ ભૂલૈયા 2’માં પણ દેખાશે.