શોધખોળ કરો
સલમાનની ફિલ્મ ‘રાધે’ ના સેટ પર ઘાયલ થયો આ સ્ટાર એક્ટર, જાણો વિગત
એક્ટર જે સીનનું શૂટ કરી રહ્યાં હતા. તેને એક કોરિયન સ્ટંટ ટીમે તૈયાર કર્યું છે. ફિલ્મમાં સ્મોક ફાઈટ, ગન શૂટ-આઉટ, હેન્ડ ટૂ હેન્ડ સહિત ચારથી પાંચ એક્શન સીન છે. સાથે સલમાન ખાનનો મોસ્ટ પોપ્યૂલર શર્ટલેસ ફાઈટ સીન પણ છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા ફિલ્મ ‘કિક’ બાદ એકવાર ફરી સલમાન ખાન સાથે નજર આવશે. રણદીપ સલમાનની આગામી ફિલ્મ ‘રાધે’માં મુખ્ય વિલનની ભૂમિકામાં નજરે પડશે. પરંતુ તેમના ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન રણદીપ હુડ્ડા ઘાયલ થઈ ગયો છે. ફિલ્મની ટીમ રણદીપને તાત્કાલિક નજીકની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જો કે, જલ્દી જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દીધો હતો. ટીવીની આ હોટ એક્ટ્રેસ ગોવામાં એન્જોય કરી રહી છે વેકેશન, રેડ બિકિનીમાં શેર કરી તસવીરો રણદીપ જે સીનનું શૂટ કરી રહ્યાં હતા. તેને એક કોરિયન સ્ટંટ ટીમે તૈયાર કર્યું છે. ફિલ્મમાં સ્મોક ફાઈટ, ગન શૂટ-આઉટ, હેન્ડ ટૂ હેન્ડ સહિત ચારથી પાંચ એક્શન સીન છે. સાથે સલમાન ખાનનો મોસ્ટ પોપ્યૂલર શર્ટલેસ ફાઈટ સીન પણ છે. ફિલ્મમાં સલમાન અને રણદીપ વચ્ચે શર્ટલેસ ફાઈટ પણ હશે. રણદીપ હુડ્ડા પહેલીવાર કોઈ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવી રહ્યો છે. સની લિઓની અને સલમાન 2019માં સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટી બન્યા ફિલ્મ ‘રાધે’ સિવાય રણવીર કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ‘આજકલ’માં પણ નજર આવશે. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડાયરેક્ટ કરી છે. બોલિવૂડની આ એક્ટ્રેસે કર્યો ખુલાસો કહ્યું- મે ક્યારેય કોઈ ડાયરેક્ટર સાથે....
વધુ વાંચો





















