શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસે કર્યો ખુલાસો કહ્યું- મે ક્યારેય કોઈ ડાયરેક્ટર સાથે....
એક્ટ્રેસે બોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
મુંબઈ: બોલીવૂડમાં ઈમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ રૉકસ્ટારથી ડેબ્યૂ કરનારી અમેરિકન મોડલ અને એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. નરગિસે રૉકસ્ટાર બાદ મદ્રાસ કાફે, મે તેરા હીરો અને હાઉસફૂલ 3 જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. નરગિસે હોલિવૂડ ફિલ્મ સ્પાઈમાં પણ કામ કર્યું છે. નરગિસ બોલીવૂડથી દૂર છે પરંતુ એક ઈન્ટવ્યૂના કારણે ફરી ચર્ચામાં આવી ગઈ છે.
નરગિસે હાલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે ક્યારેય ન્યૂડ ફોટોગ્રાફી કરાવી નથી અને કોઈ જ ડાયરેક્ટર સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા નથી. નરગિસે આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે, તેને ઘણાં ડાયરેક્ટર્સે શારીરિક સંબંધ બનાવવા કહ્યું હતું અને તે માટે ઈન્કાર કરવા પર તેના હાથમાંથી ઘણી ફિલ્મો પણ જતી રહી હતી.
નરગિસે કહ્યું, 'આ સિવાય હું બહુ જ શરમાળ છું અને મેં મારા મિત્રોની ભૂલો પણ જોઈ છે. હું પ્રખ્યાત થવા માટે કંઈપણ ન કરી શકું એટલે જ મેં ન્યૂડ થવું કે કોઈ ડાયરેક્ટર સાથે શારીરિક સંબંધ બનાવવા જેવા કામ કર્યા નથી અને આ જ કારણથી મને કામ ન મળ્યું. આવું મારી સાથે અનેક વખત થયું છે.' (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement