શોધખોળ કરો
Advertisement
Star Screen Awards: અભિનેત્રી સારા અલી ખાન રેડ કાર્પેટ પર કયા અભિનેતા સાથે ડાન્સ કરવા લાગી
રવિવારે રાતે મુંબઈમાં સ્ટાર સ્ક્રીન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ સેલિબ્રિટિઝ ખાસ અંદાજમાં જોવા મળ્યાં હતાં.
મુંબઈ: રવિવારે રાતે મુંબઈમાં સ્ટાર સ્ક્રીન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ સેલિબ્રિટિઝ ખાસ અંદાજમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન રણવીર સિંહ, શાહિદ કપૂર અને સારા અલી ખાન રેડ કાર્પેટ પર સેન્ટર ઓફ એટેન્શન બની ગઈ હતી.
આ દરમિયાન રેડ કાર્પેટ પર જ્યારે સારા અલી ખાન અને શાહિદ કપૂર વાતો કરી રહ્યા હતાં ત્યારે રણવીર સિંહે આ બન્નેની મજાક કરવાની તક છોડી નહતી. સારા અલી ખાનની સાથે ખાસ અંદાજમાં રણવીર સિંહે પોઝ આપ્યો હતો. આ દરમિયાન બન્નેની બોન્ડિંગ ચાહકોને બહુ જ પસંદ આવી હતી.
સારા અને રણવીર બન્નેનો લૂક બહુ જ શાનદાર હતો. સારા ટ્યૂબ વન પીસ ડ્રેસની હાઈ હિલ્સ અને આકર્ષક મેકઅપની સાથે ટ્વીનિંગ કરતી જોવા મળી હતી. જ્યારે ફેશન આઈકોન રણવીર સિંહ પણ આ દરમિયાન પેન્ટ શૂટ લુકમાં બહુ જ ડેશિંગ લાગતો હતો. આ ઉપરાંત તેમની સાથે શાહિદ કપૂર જેબ્રા પ્રિન્ટ શૂટમાં જોવા મળ્યો હતો.
સારાને બોલિવૂડ ડેબ્યૂમાં થોડા દિવસ પહેલાં જ એક વર્ષ પૂર્ણ થયું હતું. માત્ર બે જ ફિલ્મોમાં જોવા મળેલ સારા પોતાની બીજી ફિલ્મ ‘સિંઘમ’માં રણવીર સિંહની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. રણવીર અને સારા એકસાથે સ્ટેજ પર જ ડાન્સ કર્યો હતો.
આ દરમિયાન સારા અને રણવીર ‘સિંઘમ’ના સોંગ ‘આંખ મારે’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે, આ દરમિયાન આ બન્નેએ ખૂબ જ મસ્તી કરી હતી. શાહિદ અને રણવીરની સાથે સારાની આ તસવીર જોયા બાદ દરેક ચાહકોને એવી ઈચ્છા થતી હશે કે આ બન્ને એક સાથે ફિલ્મમાં જોવા મળે.
સારા અને રણવીરની જોડી પડદા પર સુપરહિટ સાબિત થઈ ચૂકી છે જ્યારે હવે બધાંને સારા અને શાહિદ એકસાથે સાથે ફિલ્મમાં ક્યારે જોવા મળશે. રણવીરસ સારા અને શાહિદની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement