(Source: ECI/ABP News/ABP Majha)
એક્ટર ટાઇગર શ્રોફ અને એક્ટ્રેસ દિશા પટ્ટણી પર મુંબઇ પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે મામલો
મુંબઇના બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાં અભિેનતા ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટ્ટણી અને તેના કેટલાક દોસ્તો વિરુદ્ધ કૉવિડ-19 પેન્ડામિક નૉર્મ્સની કલમ 188,34 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ દિશા પટ્ટણી પર કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઇ પોલીસે બન્ને પર કેસ નોંધ્યો છે. મુંબઇમાં સાર્વજનિક જગ્યાઓ પર કૉવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કોઇપણ વ્યક્તિ યોગ્ય કારણ વિના અવરજવર નથી કરી શકતુ. દરેક વસ્તુ પર હાલ રોક લગાવવામાં આવી છે, અને આનુ એક જ કારણ છે કે ભીડ ભેગી ના થાય અને કોરોનાને વધતો રોકી શકાય.
ખાસ વાત છે કે, કોઇ અભિનેતા સાર્વજનિક જગ્યાઓ પર પોતાના મિત્રોને લઇને નથી નીકળી શકતો, પરંતુ મુંબઇ જેવી જગ્યાએ તેની પાછળ ભીડ થવા સ્વાભાવિક છે. આવામાં અભિનેતા ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટ્ટણી અને તેના કેટલાક દોસ્તો મુંબઇના બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં ફરવા માટે નીકળ્યા હતા, જ્યારે પોલીસે તેમને રોક્યા અને તેમની પુછપરછ કરી. પુછવા પર તેમને કોઇ યોગ્ય કારણ ના આપ્યુ જેના કારણે મુંબઇ પોલીસને તેમની વિરુદ્ધ કેસ નોંધવો પડ્યો હતો.
મુંબઇના બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાં અભિેનતા ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટ્ટણી અને તેના કેટલાક દોસ્તો વિરુદ્ધ કૉવિડ-19 પેન્ડામિક નૉર્મ્સની કલમ 188,34 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
જોકે, મુંબઇ પોલીસે અભિનેતા ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટ્ટણીની ધરપકડ ન હતી કરી, તેમના પર કલમો લગાવવામાં આવી છે, તે જામીનપાત્ર કલમો છે, અને આવામા જરૂરી નથી કે તેમની ધરપકડ કરવામાં આવે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
દેશમાં 24 કલાકમાં 1.34 લાખ નવા કેસ આવ્યા....
દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. હાલમાં દરરોજ સવા લાખથી વધારે કેસ રોજ આવી રહ્ય છે. સ્વાસ્ત્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 34 હજાર 154 નવા કોરોના કેસ આવ્યા અને 2887 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 11 હજાર 499 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 80232 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 32 હજાર 788 નવા કેસ સામે આવ્યા હતા અને 3207 લોકોના મોત થયા હતા.
આજે દેશમાં સતત 21માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 2 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 10 લાખ 43 હજાર 693 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 24 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડ 37થી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 21.59 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.
દેશમાં આજે કોરોનાની સ્થિતિ......
કુલ કોરોના કેસ - બે કરોડ 84 લાખ 41 હજાર 986
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 63 લાખ 90 હજાર 584
કુલ એક્ટિવ કેસ - 17 લાખ 13 હજાર 413
કુલ મોત - 3 લાખ 37 હજાર 989