શોધખોળ કરો
Advertisement
આ મહિલા ખેલાડીએ કયા અભિનેતા સાથે પ્રેમનો કર્યો એકરાર? નામ જાણીને ચોંકી જશો
જ્વાલાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર દક્ષિણ ભારતીય અભિનેતા વિષ્ણુ વિશાલની સાથે પોતાની તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ છે.
મુંબઈ: બેડમિન્ટન સ્ટાર ખેલાડી જ્વાલા ગુટ્ટા પોતાના બિન્દાસ નિવેદનો માટે બહુ જ ફેમસ છે. પરંતુ હાલમાં જ જ્વાલા ગુટ્ટાએ પોતાના નવા વર્ષની ઉજવણીને લઈ ચર્ચામાં છે. જ્વાલાએ સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેણે એલાન કરી દીધું છે કે, તે કોની સાથે ડેટ કરી રહી છે. જ્વાલાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર દક્ષિણ ભારતીય અભિનેતા વિષ્ણુ વિશાલની સાથે પોતાની તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ છે.
જ્વાલા અને વિશાલ બંન્નેએ આ વખતે નવા વર્ષની ઉજવણી સાથે કરી હતી. જ્વાલાએ ખાસ કોમેન્ટ સાથે પોતાની સાથે વિષ્ણુની તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી દીધી હતી. આ ઉપરાંત બંન્નેએ પોતાના ચાહકોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. બંન્ને આ તસવીરોમાં એક-બીજાથી ખુશ અને રોમાન્ટીક જોવા મળી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે, તાજેતરની તસવીરો અને તેમના કેપ્શનથી સ્પષ્ટ થાય છે કે, બંન્નેએ પોતાના સંબંધને સાર્વજનિક રીતે સ્વીકાર કર્યો છે. પોતાની તસવીરોને ટ્વીટર પર શેર કરતાં જ્વાલાએ કેપ્શનમાં વિષ્ણુને ટેગ કરતાં લખ્યું હતું કે, માય બેબી, હેપ્પી ન્યૂ ઈયર, @TheVishnuVishal’View this post on Instagram
જેના જવાબમાં વિષ્ણુએ પણ એક કિસિંગ ઈમોજી લગાવ્યો હતો ત્યાં જ જ્વાલાએ આ સિવાય વધુ કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.My baby ❤️❤️ happy new year ❤️❤️ @TheVishnuVishal pic.twitter.com/gxSRyVOHVb
— Gutta Jwala (@Guttajwala) December 31, 2019
વિષ્ણુ વિશાલ તમિલ એક્ટર અને પ્રોડ્યૂસર છે અને તે ઘણાં સમય માટે ક્રિકેટર પણ રહી ચૂક્યો છે. ટીએનસીએમાં તે ક્રિકેટ રમ્યા બાદ પગમાં ઈજા થવાના કારણે તેનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ ગયું હતું. ત્યાર બાદ તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2009થી કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement