શોધખોળ કરો
જાણીતા ફિલ્મ અને થિયેટર કલાકાર આશાલતાનું કોરોના વાયરસથી નિધન
ગત અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થયા હતા તે દરમિયાન આશાલતાની તબીયત ગંભીર હતી. તેમનું અવસાન મંગળવારે સવારે થયું હતું.

મુંબઈ: જાણીતા મરાઠી, હિંદી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનું સતારાની એક ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસથી મંગળવારે નિધન થઈ ગયું છે. તેઓ ચાર દિવસથી કોરોના વાયરસ સામે લડી રહ્યાં હતા. તેઓ 79 વર્ષના હતા. આશાલતા નામથી જાણીતા ગોવામાં જન્મેલી એક્ટ્રેસ ગત અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થયા હતા તે દરમિયાન તેમની તબીયત ગંભીર હતી. તેમનું અવસાન મંગળવારે સવારે થયું હતું. આશાલતાને કોવિડ-19નો ચેપ એક ટેલીસિરિયલના શૂટિંગ દરમિયાન થયો હતો. આશાલતાએ 100થી વધુ હિંદી અને મેરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિંદી ફિલ્મોમાં ‘અપને પરાયે’, અંકુશ, વો 7 દિન, આહિસ્તા આહિસ્તા, શૌકીન અને નમક હલાલમાં કામ કર્યું છે. તેમની મરાઠી ફિલ્મોમાં ;ઉમ્બર્થા' , 'સૂત્રધાર' અને 'વાહિનચી માયા' સામેલ છે.
વધુ વાંચો




















