શોધખોળ કરો
Advertisement
લગ્ન પહેલાં માતા બનેલી અભિનેત્રી કલ્કિએ પુત્રીનું નામ યૂનિક રાખ્યું? જાણો
અભિનેત્રી કલ્કિ કોચલિને લગ્ન પહેલાં જ બાળકીને જન્મ આપ્યો છે અને માતા બની ગઈ છે. કલ્કિએ પોતાની દીકરીનું નામ સૈફોર રાખ્યું છે.
મુંબઈ: અભિનેત્રી કલ્કિ કોચલિને લગ્ન પહેલાં જ બાળકીને જન્મ આપ્યો છે અને માતા બની ગઈ છે. કલ્કિએ પોતાની દીકરીનું નામ સૈફોર રાખ્યું છે. કલ્કિએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને દીકરીના નામની જાણકારી આપી છે. કલ્કિ માતા બની તેની માહિતી તેના બોયફ્રેન્ડે એક તસવીર શેર કરીને આપી હતી.
કલ્કિ કોચલિનના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે જેમાં એક બાળકીના ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યાં છે. આ તસવીર કલ્કિના દીકરી સૈફોના છે. કલ્કિ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં પહેલા જ માતા બની ગઈ છે. જોકે, હજુ લગ્ન અંગે કંઇપણ માહિતી બહાર આવી નથી.
કલ્કિનો અને બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ પહેલીવાર માતા-પિતા બન્યા છે. ગાય હર્શબર્ગ ઈઝરાયેલી છે અને તે શાસ્ત્રીય પિયાનો વાદકની સાથે મ્યૂઝિક પણ કમ્પોઝર પણ છે. ગાય હર્શબર્ગે જેરુસલેમ એકેડમી ઓફ મ્યૂઝિક એન્ડ ડાન્સમાં ટીચર છે.
કલ્કિ કોચલિને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં લખ્યું હતું કે, સૈફો 9 મહિને એક મોમોજની જેમ રેપ થઈને મારા યૂટ્સમાં રહી છે. હવે તેને કંઇક સ્પેસ આપવી જોઈએ. તમારી બધાંની શુભેચ્છાઓ અને પોઝિટીવ એનર્જી માટે આભાર. આની સાથે તે મહિલાઓને પણ રિસ્પેક્ટ કે જે બાળકોને જન્મ આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement