શોધખોળ કરો
Advertisement
એર ઈન્ડિયાએ સામાન ગુમ કરી દેતા એક્ટ્રેસ ક્રીતિ ખરબંદા થઈ ગુસ્સે, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?
ક્રિતીનો સામાન એરઇન્ડિયાની લાપરવાહીને કારણે ખોવાઇ ગયો હતો. આ જ કારણે હેરાન થઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એર ઇન્ડિયા પર ગુસ્સે થઈ હતી.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી ક્રિતી ખરબંદા પોતાના એક ટ્વિટના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. ક્રિતીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે એર ઇન્ડિયાની લાપરવાહી માટે તેને ફટકાર લગાવી છે. ક્રિતીનો સામાન એરઇન્ડિયાની લાપરવાહીને કારણે ખોવાઇ ગયો હતો. આ જ કારણે હેરાન થઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એર ઇન્ડિયા પર ગુસ્સે થઈ હતી. ક્રિતીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ડિયર એર ઇન્ડિયા, એક વાર ફરી મારો સામાન ખોઇ દેવા માટે આભાર અને કદાચ તમારે તમારા સ્ટાફને કેટલાક બેઝિક શિષ્ટાચાર શીખવાડવા જોઇએ.
એક્ટ્રેસ ક્રિતીના આ ટ્વીટ બાદ એર ઇન્ડિયાએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું, કૃપા કરીને અમારી અપોલોજી સ્વીકારો. પ્લીઝ અમે પર્સનલ મેસેજમાં તમારી ફાઇલનું રેફરેન્સ નંબર અને બેગેજનું ટેગ નંબર મોકલી આપો. આ સિવાય ફ્લાઇટની ડિટેલ્સ પણ મોકલી આપો જેથી અમે બેગ સંભાળનારી ટીમ સાથે ચેક કરી શકે.Dear @airindiain , thank u for losing my luggage, yet again. And maybe u need to teach your staff a thing or two about basic manners.
— kriti kharbanda (@kriti_official) February 21, 2020
ક્રિતીએ એક અન્ય ટ્વીટ રીટ્વીટ કરતાં લખ્યું, હું તમારી માફી સ્વીકારવા માગીશ પણ દુભાગ્યથી હજી સુધી મારી બેગનું કોઇ ઠેકાણું નથી ? આ સિવાય તમારી મુંબઇ અને ગોવા એરપોર્ટની ટીમમાં એટલી પણ શાલીનતા નથી કે તે મને આ વિશે જણાવે કે પછી મારી બેગને લઈને અપડેટ્સ મારી સાથે શેર કરે. બાદમાં એર ઇન્ડિયાએ પ્રતિક્રિયા આપતાં લખ્યું, મિસ ખરબંદા, તમારી બેગ મુંબઇથી ગોવા એરપોર્ટ આજે સાડા અગિયાર વાગ્યે આવી રહ્યું છે. કૃપા કરી બેગને ડિલીવરી માટે પોતાની કોન્ટેક્ટ ડિટેલ્સ અને ફ્લાઇટ ડિટેલ્સ શેર કરો જેથી અમે તમને સારી રીતે આસિસ્ટ કરી શકીએ.Kindly accept our sincere apologies ma'am. Please DM your file reference no. and baggage tag no. along with flight details for us to check with our baggage team.
— Air India (@airindiain) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement