શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કંગનાએ હુમલાનો ભોગ બનેલી આ એક્ટ્રેસને વચન આપીને ના કરી મદદ, બોલિવુડની કઈ એક્ટ્રેસે કરી મદદ ?
એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ઓક્ટોબર 2020માં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ વખતે કંગનાએ તેમને મદદનો ભરોસો આપ્યો હતો. આ મુદે તેમણે ટવિટ પણ કર્યું હતું. જો કે માલવીએ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, મદદનો વાયદો કર્યાં બાદ કંગનાએ ક્યારેય પાછું વળીને નથી જોયું પરંતુ એક સિનિયર એક્ટ્રેસે રિયલમાં મદદ કરી હતી. કોણ હતી આ બોલિવૂડ અભિનેત્રી?
એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ઓક્ટોબર 2020માં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ વખતે કંગનાએ તેમને મદદનો ભરોસો આપ્યો હતો. આ મુદે તેમણે ટવિટ પણ કર્યું હતું. જો કે માલવીએ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, મદદનો વાયદો કર્યાં બાદ કંગનાએ ક્યારેય પાછું વળીને નથી જોયું પરંતુ એક સિનિયર એક્ટ્રેસે રિયલમાં મદદ કરી હતી. કોણ હતી આ બોલિવૂડ અભિનેત્રી?
એક પોર્ટલ સાથે વાત કરતા માલવીએ જણાવ્યું હતું કે, “2020માં થયેલા હુમલા બાદ કંગનાએ મદદ માટે વાયદો કર્યો હતો પરંતુ તેમણે પાછું વળીને ક્યારેય નથી જોયું. કંગનાએ તેમનો કરેલો વાયદો ક્યારેય નથી નિભાવ્યો. મને હતું કે તે મારી માટે આ લડત લડશે અને મદદ કરશે પરંતુ એવું ન થયુ”
મેં એક ડોક્ટરની મદદથી તે વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. કંગનાએ તે જ દિવસે ટ્વીટ પણ કર્યું હતું પણ ત્યારબાદ હું જ્યારથી હોસ્પિટલથી આવી છું ત્યારથી તેની મદદની રાહ જોઈ રહી છું. આજ સુધી કોઈ મદદ નથી મળી.
બોલિવૂડની દુનિયાનું કડવું સત્ય રજૂ કરતાં માલવીએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ કંગના જ નહીં પરંતુ અન્ય સેલેબ્સે મારો કોન્ટેક્ટ નથી કર્યો અને મારી મદદ ન હતી કરી.
માલવીએ આ ઘટના મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, “આ ઘટના બાદ માત્ર ઉર્મિલા માતોંડકર તેના વ્હારે આવી હતી અને તેમને મદદ કરી હતી. ઉર્મિલાએ પોલીસને પણ આ કેસમાં ઝડપથી ન્યાય લવવા માટે અનુરોધ કર્યો હતો.
માલવીએ કહ્યું કે, ઉર્મિલાએ જણાવ્યું હતું કે, “ક્યારેય પણ ન્યાય મેળવવા માટે મદદની જરૂર પડે તો તું મને કોલ કરી શકે છે’ ઉર્મિલાએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એવા કાયદાની જરૂર છે. જેના દ્રારા મહિલાનું રક્ષણ થઇ શકે.
માલવી મલ્હોત્રાએ 2017માં ઉડાન ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. તે કેટલીક તમિલ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. માલવીએ ઓક્ટોબર 2020માં જ્યારે પ્રોડ્યસરની મેરેજ પ્રપોઝલ ન સ્વીકારી તો તેમના પર છરી વડે હુમલો થયો હતો. માલવીએ બોલિવૂડની હકીકત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હકીકત છે. નાના શહેરમાંથી આવતા સ્ટ્રગલર્સ સાથે આવું જ થાય છે, જેની પાસે કોઈ બોલિવૂડના સારા કોન્ટેક્ટ ન હોય અને સ્ટાર કિડસ ન હોય. તેમણે જણાવ્યું હતું કે, શું આવી ઘટના સ્ટાર કિડસ સાથે થાય છે ખરા?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion