પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
રેહાન અને અવિવા બેગે રાજસ્થાનમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી. રેહાન અને અવિવા છેલ્લા સાત વર્ષથી સાથે છે. આ પહેલી વાર છે જ્યારે પરિવારના કોઈ સભ્યએ રેહાનના અવિવા સાથેના સંબંધો પર ટિપ્પણી કરી હોય.

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાનની સગાઈ અવિવા બેગ સાથે થઈ છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચારની જાહેરાત કરી હતી. બંનેએ 29 ડિસેમ્બર, 2026 ના રોજ સગાઈ કરી હતી, જેની વિગતો હવે જાહેર કરવામાં આવી છે.
View this post on Instagram
બંનેનો ફોટો શેર કરતા પ્રિયંકા ગાંધીએ લખ્યું, "તમને બંનેને ખૂબ ખૂબ પ્રેમ. તમે હંમેશા એકબીજાને પ્રેમ અને આદર આપો, અને 3 વર્ષની ઉંમરથી જેમ છો તેમ શ્રેષ્ઠ મિત્રો રહો."
રોબર્ટ વાડ્રાએ એમ પણ કહ્યું, "મારો પુત્ર જીવનના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે અને તેને તેનો જીવનસાથી મળી ગઈ છે. હું બંનેને દિલથી આશિર્વાગ આપું છું કે, તેમનું જીવન ખુશીઓથી ભર્યું રહે, તેમનો સાથ અતૂટ રહે, પ્રેમ અને વિશ્વાસ હંમેશા મજબૂત બન્યો રહે અને ભગવાનના આશિર્વાદ તેમના પર રહે.
બંને પરિવારોએ રેહાન અને અવિવાના લગ્ન માટે સંમતિ આપી છે. બંને પરિવારોએ સંબંધને મંજૂરી આપ્યા પછી સગાઈ થઈ. આ પહેલી વાર છે જ્યારે પરિવારના કોઈ સભ્યએ રેહાનના અવિવા સાથેના સંબંધો પર ટિપ્પણી કરી છે.
રેહાન અને અવિવા બેગની સગાઈ રાજસ્થાનમાં એક ખાનગી સમારંભમાં થઈ હતી, જેના ફોટા રેહાને પોતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કર્યા હતા. તેણે સગાઈનું કેપ્શન રિંગ સાથે આપ્યું હતું અને તારીખ 29 ડિસેમ્બરનો ઉલ્લેખ કર્યો હતો. રેહાન અને અવિવા છેલ્લા સાત વર્ષથી સાથે છે. રેહાને તાજેતરમાં અવિવાને પ્રપોઝ કર્યું હતું.
25 વર્ષીય રેહાન વાડ્રા એક ઇન્સ્ટોલેશન અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે. "ડાર્ક પર્સેપ્શન" નામનું પ્રદર્શન યોજનાર રેહાનને પ્રકૃતિ ફોટોગ્રાફી અને મુસાફરીમાં રસ છે. તેને કલા અને ફોટોગ્રાફીનો શોખ છે. વિઝ્યુઅલ આર્ટિસ્ટ રેહાન વાડ્રાએ તેનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં પૂર્ણ કર્યું અને દેહરાદૂન અને લંડનમાં પોતાનો અભ્યાસ આગળ વધાર્યો.
દિલ્હીમાં જન્મેલી અને ઉછરેલી અવિવા બેગ એક ફાઇન આર્ટ ફોટોગ્રાફર અને નિર્માતા છે. તેની વેબસાઇટ, avivabaig.com પર, તે પોતાને દિલ્હી સ્થિત ફોટોગ્રાફર તરીકે વર્ણવે છે. તે Atelier 11 ની સહ-સ્થાપક પણ છે, જે એક ફોટોગ્રાફિક સ્ટુડિયો અને પ્રોડક્શન કંપની છે જે દેશભરના બ્રાન્ડ્સ, એજન્સીઓ અને ક્લાયન્ટ્સ સાથે કામ કરે છે.




















