શોધખોળ કરો
Advertisement
ગુજરાતની આ સફળ એક્ટ્રેસ ભાજપમાં થઇ સામેલ
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા તમિલનાડુ પહોંચ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ સાથે જિલ્લા સ્તર પર પાર્ટીનો આધાર વધારવા પર ચર્ચા કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુ સહિત આખા દક્ષિણ ભારતમાં પોતાનું સમર્થન વધારવા માટે મહેનત કરી રહી છે. આ ક્રમમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા તમિલનાડુ પહોંચ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ સાથે જિલ્લા સ્તર પર પાર્ટીનો આધાર વધારવા પર ચર્ચા કરી હતી. આ સાથે નડ્ડાની હાજરીમાં તમિલ ફિલ્મોના એક્ટ્રેસ નમિતા અને રાધા રવિએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. નોંધનીય છે કે આ અગાઉ રવિ ડીએમકે પાર્ટીમાં હતો પરંતુ એક્ટ્રેસ નયનતારા અંગે આપતિજનક નિવેદન આપવાને લઇને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ જૂનમાં તેણે એઆઇએડીએમકે પાર્ટીમાં જોડાયો હતો.
નમિતાની વાત કરીએ તો તેણે સાઉથની બિલ્લા, જગન મોહિની જેવી અનેક ફેમસ ફિલ્મોમાં કામ કર્યુ છે. સાઉથમાં નમિતા ફેમ ફોલોઇંગ ધરાવે છે. નમિતા તમિલનાડુની નહી પરંતુ ગુજરાતના સુરત શહેરની રહેવાસી છે. મિસ સુરતનું ટાઇટલ જીત્યા બાદ તેણે 2001માં મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો પરંતુ તે ત્રીજા સ્થાન પર રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement